દુર્ઘટના:શિક્ષકને હાઇટેન્શન લાઇનનો કરંટ લાગ્યો, ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજીમાં દાખલ કરાયા

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજળી પડ્યાંની અફવા હતી

શહેરમાં સવારે પડેલા વરસાદી ઝાપટાને પગલે એક શિક્ષકને હાઈ ટેન્શન લાઈનની વીજળીથી ઇજાગ્રસ્ત થવાની ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે.તાંદલજા વિસ્તારમાં રહેતા અને જય અંબે સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 45 વર્ષીય સમીર મકરાણી ગુરુવારે સવારે તાંદલજા હાઈ ટેન્શન લાઇન પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારેસવારે 11:00 વાગે હાઇટેન્શન લાઈનની વીજળી પડતા તેઓ ગંભીર થઈ જાગ્રસ્ત થતાં તેમને સયાજીમાં ખસેડવામાં આવ્યા હતા.

​​​​​​​શહેરમાં મધ્યમાંથી પસાર થયેલી હાઈ ટેન્શન લાઈનથી અવારનવાર નાગરિકો માટે જીવનું જોખમ ઊભું કરે છે. ત્યારે ગુરુવારે સવારમાં વીજળી ખેંચાઈ આવવાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી હતી. પ્રાથમિક તબક્કે ઇજાગ્રસ્ત ઉપર આકાશમાંથી વીજળી પડી હોવાનું અનુમાન થયું હતું .પરંતુ તેમના પરિવારજનોએ હાઈ ટેન્શન લાઈનના અર્થીંગમાંથી વીજળી ખેંચાઈ આવી હતી. વીજળીને કારણે તેમના ચહેરા પર અને શરીરના અન્ય અંગો પર ઇજા થઈ હતી. બનાવ અંગે જેપી રોડ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...