વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ માટે દાન:નવરચનાનાં શિક્ષિકાએ એવોર્ડના રૂ.50 હજાર છાત્રો માટે આપી દીધા, ગુજરાતમાંથી એકમાત્ર શિક્ષકનું કેન્દ્રીય મંત્રીના હસ્તે સન્માન

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાશ્મીરા જયસ્વાલ - Divya Bhaskar
કાશ્મીરા જયસ્વાલ

નવરચના સ્કૂલ સમાના વાઇસ પ્રિન્સિપાલ શિક્ષણ અને શાળા નેતૃત્વ માટે એવોર્ડ મળ્યો છે. ગુજરાતભરમાંથી એકમાત્ર શિક્ષકને સન્માન આપવામાં આવ્યું છે. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે શિક્ષીકા કાશ્મીરા જયસ્વાલને એવોર્ડ આપવામાં આવ્યો હતો. 6 સપ્ટેમ્બર 2022ના રોજ નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે તેમને આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. શિક્ષણ રાજ્ય મંત્રીઓ, અન્નપૂર્ણા દેવી, ડૉ. સુભાષ સરકાર અને ડૉ. રાજકુમાર રંજન સિંહે સમગ્ર દેશમાં સીબીએસઇ સંલગ્ન શાળાઓના 19 આચાર્યો અને શિક્ષકોને સન્માનિત કર્યા.

કૌશલ્ય વિકાસ શિક્ષણ શાસ્ત્રો પર ધ્યાન કેન્દ્રિત
કાશ્મીરા જયસ્વાલ અંગ્રેજી ભાષાના શિક્ષક તરીકે હંમેશા સક્રિય શિક્ષણ અને 21મી સદીના શિક્ષણ જેવા વિવિધ કૌશલ્ય વિકાસ શિક્ષણ શાસ્ત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું લક્ષ્ય રાખે છે. નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું કે, અમને અમારા શિક્ષકો પર ખૂબ જ ગર્વ છે. આ એવોર્ડ મેળવનાર આ ચોથા નવરચના શિક્ષક છે.

શિક્ષિકાએ આપેલા એવોર્ડના રૂપિયામાં વધુ રૂ.50,000 સ્કૂલ મેનેજમેન્ટે ઉમેર્યા
કાશ્મીરા જયસ્વાલને એવોર્ડમાં મળેલા રૂ. 50,000 તેમણે નવરચના સ્કૂલના વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ માટે આપી દીધા હતા. જેના પગલે સ્કૂલ મેનજમેન્ટે પણ તેમાં વધુ 50 હજાર ઉમેરીને 1 લાખ રૂપિયા ફંડ કર્યું હતું. આ ફંડના ઉપયોગથી વિદ્યાર્થીઓના કૈશ્લય જ્ઞાન વર્ધક વિકાસ માટે ઉપયોગમાં લેવાશે.

અન્ય સમાચારો પણ છે...