તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળા પ્રવેશોત્સવ:ગોપાલપુરાની શિક્ષિકાએ 10 બાળકોના ઘરે જઈ વૃક્ષારોપણ કરાવી શાળા પ્રવેશોત્સવ ઉજવ્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોપાલપુરાની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ 10 બાળકોના ઘરે જઈને ચીકુ અને જામફળના રોપા આપી તેમના હાથે વૃક્ષારોપણ કરાવી શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. - Divya Bhaskar
ગોપાલપુરાની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ 10 બાળકોના ઘરે જઈને ચીકુ અને જામફળના રોપા આપી તેમના હાથે વૃક્ષારોપણ કરાવી શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.
  • વાલીઓની હાજરીમાં બાળકોના હાથે રોપાનું રોપણ કરાવ્યું

કોરોના મહામારીના પગલે હાલ સ્કૂલો બંધ છે. ત્યારે શાળા પ્રવેશોત્સવ પણ રાજ્ય સરકાર દ્વારા બંધ રાખવામાં આવ્યો છે. પરંતું સરકારે સ્કૂલ બંધ છે,પરંતું શિક્ષણકાર્ય બંધ નથી તેવા સુત્ર હેઠળ પ્રાથમિક સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા જણાવ્યું છે. ત્યારે ડભોઈના ગોપાલપુરાની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ શાળા પ્રવેશોત્સવ બંધ હોવાથી પહેલા ધોરણમાં પ્રવેશ લેનારા 10 બાળકોના ઘરે જઈને ચીકુ અને જામફળના રોપા આપી તેમના હાથે વૃક્ષારોપણ કરાવી શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.

ડભોઈ તાલુકાના ગોપાલપુરા ગામે આવેલી નવી વસાહત પ્રાથમિક શાળાની શિક્ષિકા ચાલુ વર્ષે કોરોનાના પગલે શાળા પ્રવેશોત્સવ રદ થતા તેઓ મુંઝવણમાં મુકાયા હતાં. ત્યારે શિક્ષિકાને એક નવો વિચાર આવ્યો જે અંતર્ગત તેમને સ્કૂલની મેનેજમેન્ટ કમિટીના અને સીમલીયા બીટના સી.આર.સીના સહયોગથી ચીકુ અને જામફળના રોપા લઈ આવ્યાં હતાં.

ત્યાર બાદ શિક્ષિકા જે બાળકોએ પહેલા ધોરણમાં પ્રવેશ લીધો હતો, તેવા 10 બાળકના ઘરે જઈને તેમને આ રોપા આપી આવકાર્યાં હતાં. વાલીઓની હાજરીમાં જ બાળકોના હાથથી આ રોપાનું રોપણ કરાવ્યું હતું. જયાબેન પરમારે જણાવ્યું હતું કે, હાલ સ્કૂલો બંધ છે, પરંતું શિક્ષણ કાર્ય બંધ નથી. જેથી આ સૂત્રને સાર્થક કરવા અને બાળકોના શાળા પ્રવેશને આવકારવા મેં આ રીત અપનાવી અને વાતાવરણની હવાને શુદ્ધ રાખવા વૃક્ષો અગત્યના છે,આ સંસ્કાર બાળકોમાં દ્રઢ કરવાનો પ્રયત્ન કર્યો છે.

વાલીઓને રસી અંગે પણ સમજણ આપી
શિક્ષિકા જયાબેન પરમારે બાળકોના ઘરે-ઘરે જઈ રોપા તો આપ્યાં જ હતાં. પરંતુ સાથે સાથે તેમના વાલીઓને કોરોનાની રસી મુકાવવી કેમ જરૂરી છે તે અંગે પણ સમજણ આપી હતી. આદિવાસી પરિવારોને રસી લેવા પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યાં હતાં.

જે બાળકો પાસે મોબાઈલ નથી તેમની વ્યક્તિગત કાળજી લેવાય છે
ઓનલાઈન અભ્યાસમાં અદ્યતન મોબાઈલ હોવો ફરજીયાત છે. હવે ગામડાઓમાં રહેતા પરિવારો પાસે અદ્યતન મોબાઈલ ન હોવાથી તેમના બાળકો અભ્યાસ કરી શકતા નથી. ત્યારે શિક્ષિકા દ્વારા જે બાળકો પાસે મોબાઈલ નથી તેવા બાળકોનો વ્યક્તિગત સંપર્ક કરીને તેમના શિક્ષણની કાળજી લઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...