તંત્ર દોડતું થયું હતું:મંકીપોક્સનો શંકાસ્પદ દર્દી SSGમાં રિફર થતાં તંત્ર દોડ્યું

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકોટાના તબીબે શંકાસ્પદ મંકીપોક્સ લખી દર્દીને મોકલ્યો હતો
  • મંકીપોક્સનો દર્દી ન હોવાનું નિદાન,10 તબીબની સમિતિ બનાવાઈ

અકોટામાં એક તબીબે એક દર્દીને શંકાસ્પદ મંકીપોક્સ હોવાનું નોટિંગ કરી સયાજી હોસ્પિટલમાં મોકલતાં તંત્ર દોડતું થયું હતું. સયાજી હોસ્પિટલ દ્વારા આઇડી હોસ્પિટલમાં દર્દીને મોકલ્યો હતો. જોકે આઇડી હોસ્પિટલમાં તેની યોગ્ય તપાસ ન થઈ શકતા તેને સયાજી હોસ્પિટલમાં મોકલાતાં હોસ્પિટલના ચામડીના રોગના તબીબે મંકી પોક્સનો દર્દી સામાન્ય હોવાનું અને મંકીપોક્સનાં લક્ષણો ન હોવાનું જણાવતાં હાશકારો અનુભવ્યો હતો.

સયાજી હોસ્પિટલ અને આઇડી હોસ્પિટલમાં સોમવારે સવારે દોડધામમાં હતી. અકોટાના એક તબીબે એક વ્યક્તિને મંકીપોક્સના લક્ષણો હોવાની શંકા વ્યક્ત કરી સયાજીમાં મોકલ્યો હતો. આ દર્દીની સારવાર કોણ કરશે કે ચેક-અપ કોણ કરશે તેની અસમંજસ વચ્ચે ચેપીરોગના દવાખાનામાં તેને મોકલાયો હતો. આખરે સોમવારે સયાજી હોસ્પિટલ દ્વારા તેનું નિદાન કરાયું હતું.

સયાજીના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, મંકીપોક્સનો દર્દી વાસ્તવિકતામાં આવે તો તે માટે શું કરવું તેની સોમવારે અમે એક્સરસાઇઝ કરી હતી અને તમામ સંલગ્ન વ્યક્તિઓને કામગીરી સોંપી હતી. જોકે સોમવારે આવેલા દર્દીની ચામડી વિભાગના ડોક્ટરે ચકાસણી કરતાં તેને મંકીપોક્સ ન હતો. સયાજી હોસ્પિટલ દ્વારા મંકી પોક્સના દર્દી આવે તો ગાઈડલાઈન મુજબ તેને શું કરવું તે માટે 10 ડોક્ટરોની કમિટીની રચના કરાઈ છે. મંકીપોક્સના દર્દી તરીકે એક અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટરે એક દર્દીને શંકાસ્પદ મંકીપોક્સનું નોટિંગ કરી આરોગ્યતંત્રને દોડતું કર્યું હતું.

આ એક્સરસાઇઝ માટે આરોગ્ય વિભાગે ઉચ્ચ અધિકારીઓની મંજૂરી લીધી હતી કે કેમ તે અંગે કોઈ સત્તાવાર બોલવા તૈયાર નથી. બીજી તરફ ઘટનાને પગલે આઇડી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે.

રોગચાળો કાબૂમાં નથી આવતો ત્યારે આરોગ્ય વિભાગને મંકીપોક્સ દેખાયો
કોર્પોરેશનના આરોગ્ય વિભાગથી શહેરમાં વકરી રહેલો રોગચાળો કાબુમાં નથી આવતો અને દર્દીઓમાં વધારો થાય છે ત્યારે દુનિયામાં જે ગણાગાંઠ્યા દર્દીઓ મંકી પોક્સના દર્દી છે અને ભારતમાં પણ માત્ર પાંચ દર્દીઓ નોંધાયા છે ત્યારે આવું તંત્રને દોડતું કરવા પાછળ પણ આરોગ્ય જગતમાં ટીકા સાંભળવા મળી હતી.

સસ્પેક્ટેડ મંકીપોક્સ લખેલું હતું
વોચમેન જેવો માણસ ચામડીના રોગનો દર્દી હોવાનું જણાયંુ હતું. સસ્પેક્ટેડ મંકીપોક્સ એવું અકોટાના તબીબે લખતા ચકાસણી હાથ ધરાઈ હતી. > ડો. પ્રિતેશ શાહ, આઇડી હોસ્પિટલ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...