નવી શિક્ષણ નીતિ:સીએસનો અભ્યાસક્રમ જૂન 2023થી બદલાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કીલ ડેવલપમેન્ટ પર ભાર મૂકાશે
  • ​​​​​​​વિદ્યાર્થી અધ્યાપક તરીકે ફરજ બજાવી શકે તેવા પ્રયાસ

સીએસનો અભ્યાસક્રમ આગામી જૂન 2023થી બદલાશે. એલએલપી એમેન્ડમેન્ટ એક્ટ અને વેલ્યુએશન વિષયના પરિસંવાદમાં હાજરી આપવા આવેલા આઇસીએસઆઇના રાષ્ટ્રીય પ્રમુખ દેવેન્દ્ર દેશપાંડેએ જણાવ્યું કે, વડોદરામાં સીએસના 500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સમયના બદલાવ સાથે સીએસના અભ્યાસક્રમમાં પણ ફેરફાર કરાશે.

ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત 2023માં સ્કીલ ડેવલોપમેન્ટ પર ભાર મૂકાશે. ખાસ કરીને પ્રેક્ટિકલ નોલેજનો સમાવેશ કરાશે. વિદ્યાર્થી એનસીએલટીના હિયરીંગમાં હાજર રહે અને સર્ટિફીકેટ મેળવો તો તેને ક્રેડિટ મળે, મૂટ કોર્ટ, ક્વિઝમાં ભાગ લે તો તેવા કિસ્સામાં ક્રેડિટ મળે તેવા અનેક પ્રેક્ટિકલ નોલેજનો સમાવેશ કરાશે. હાલમાં આ પ્રક્રિયા ચાલી રહી છે અને કોર્સ ડીઝાઇન કરાઈ રહ્યો છે.

1500 લોકોના અભિપ્રાય પણ મેળવાયા છે. ઉપરાંત યુજીસી સાથે વાટાઘાટો ચાલુ છે. જેમાં સીએસનો વિદ્યાર્થી પીએચડી વિના અધ્યાપક તરીકે કોલેજોમાં ફરજ બજાવી શકે તેવું આયોજન કરાશે. આગામી સમયમાં કોમર્શિયલ કોર્ટ શરૂ થાય તે માટે સરકારનું આયોજન છે, ત્યારે આર્બિટ્રેશનના કેસો માટે પણ નિકાલ થાય તે માટે સીએસની મહત્વની ભૂમિકા રહેશે. સીએસ યુકે, યુએસએ, યુએઇ સહિતના દેશોમાં પણ પ્રેક્ટિસ કરી શકે છે. આગામી સમયમાં કેનેડામાં પણ પ્રેક્ટિસ કરી શકાય તે દિશામાં પ્રયાસો કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...