કાર્યવાહી:શકમંદ બાંગ્લાદેશી યુવતી નજરકેદ આજે કોર્ટમાં રજૂ કરી અટક કરાશે

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસમાં શંકાસ્પદ વાતચીત કરતી હતી, હરણીમાંથી પકડાઈ
  • યુવતી પાસેથી મળેલા આધારકાર્ડ-પાનકાર્ડ પર નામ જુદાં

હરણી એરપોર્ટ વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ જતાં હરણી પોલીસે ગહન તપાસ હાથ ધરી છે.પોલીસે તેની પાસેના દસ્તાવેજી પુરાવાના આધારે તપાસ હાથ ધરી છે. અમદાવાદથી વડોદરા તરફ આવતી એસટી બસમાં એક યુવતીની શંકાસ્પદ વાતચીતને લીધે સાથે મુસાફરે વડોદરા પોલીસે કંટ્રોલને જાણ કરી હતી.જેના પગલે હરણી પીઆઈ એસ.આર.વેકરીયાએ શી ટીમને એરપોર્ટ સર્કલ વિસ્તારમાં તપાસ કરવા માટે કહ્યું હતું.

તપાસ દરમિયાન પાસે એક યુવતી મળી આવી હતી જેથી પોલીસની શી ટીમે હરણી પોલીસ મથકે લઇ ગઇ હતી.જયાં તેણીએ પુછપરછમાં જણાવ્યું હતું કે ‘તે બાંગ્લાદેશથી આવેલી છે અગાઉ છ મહિના પહેલા તે સુરત રહેતી હતી અને પોતાનું નામ સાથી આલમગીર શેખ (ઉ.30) હોવાનું જણાવ્યું હતું.તેની પાસેથી આધાર કાર્ડ અને પાનકાર્ડ પણ મળી આવ્યા હતા જેમાં બંનેમાં નામો અલગ-અલગ હોવાનું સપાટી પર આવ્યું છે.

હરણી પોલીસે જણાવ્યું હતું કે ‘ તે બાંગ્લાદેશથી કેવી રીતે અમદાવાદ આવી અને કોની મદદથી તે અંગેની તપાસ કરાશે. બુધવારે યુવતીને કોર્ટમાં રજૂ કરાશે અને ત્યારબાદ તેની અટક કરાશે. બાંગ્લાદેશી યુવતીની તપાસ માટે વિવિધ તપાસ એજન્સીઓ વડોદરા આવશે. આ અંગેની જાણ વિવિધ એજન્સીઓને કરી દેવામાં આવી છે એમ હરણી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

નારી સંરક્ષણ ગૃહમાંથી 3 બાંગ્લાદેશી યુવતી કમ્પાઉન્ડ વોલ કૂદીને ફરાર થઇ ગઇ હતી
શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા નારીસંરક્ષણગૃહમાંથી વહેલી સવારના સમયે બાંગ્લાદેશી યુવતીઓ કંપાઉન્ડ કૂદીને ફરાર થઇ હતી. આ બનાવ નજર સામે હોવાથી હરણી પોલીસે યુવતીને નજર કેદ રાખી પણ તેના પર નજર રાખવા માટે મહિલા ટીમોને પણ સાથે રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...