તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામાનો ભંગ:પ્રતિબંધ છતાં વિરોદનો હયાતી રિસોર્ટ લોકો માટે ખુલ્લો રખાયો

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
રિસોર્ટના સ્વિમિંગ પુલમાં નાહતા લોકોનો વિડિયો વાઈરલ થયો હતો. - Divya Bhaskar
રિસોર્ટના સ્વિમિંગ પુલમાં નાહતા લોકોનો વિડિયો વાઈરલ થયો હતો.
  • કોરોના ગાઇડલાઇન અને પોલીસની કડકાઇની ઐસીતૈસી
  • મોટી સંખ્યામાં લોકો સ્વિમિંગપુલમાં નાહતા હોવાનો વીડિયો વાયરલ

હાલમાં કોરોનાની બીજી લહેર સૌથી ઘાતક સાબિત થઈ છે પરંતુ તેમ છતાં લોકો કોરોનાના સંક્રમણને ભૂલી સરકારી પ્રતિબંધ હોવા છતાં પ્રવાસન સ્થળોએ ઉમટી પડે છે. તાજેતરમાં પાદરા નજીક માહી રિસોર્ટમાં લોકો મોજ માણી રહ્યા હતા તે સમયે પોલીસ ત્રાટકી હતી અને કાર્યવાહી કરી હતી. જોકે શહેર નજીક વિરોદ ખાતે આવેલા હયાતી રિસોર્ટમાં પણ લોકો એકત્ર થઈ મજા માણી રહ્યા હોવાનો વિડીયો વાઈરલ થયો છે.

હાલમાં કોરોનાની બીજી લહેરમાં કેસ ભલે ઘટી રહ્યા પરંતુ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી તંત્ર તેની તૈયારીમાં જોતરાયું છે. બીજી તરફ લોકો હજી બેદરકાર અને બેજવાબદાર બનીને ફરી રહ્યા છે. રાજ્યમાં પ્રવાસન સ્થળો, મંદિરો સ્વયંભૂ બંધ છે જ્યારે વોટર પાર્ક અને રિસોર્ટ સહિતના સ્થળો બંધ રાખવા માટે સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જોકે તેમ છતાં વડોદરાની આસપાસ હજી કેટલાક રિસોર્ટ બેરોકટોક ચાલી રહ્યા છે.

વિરોદ ગામ નજીક આવેલા હયાતી રિસોર્ટમાં લોકો મોજ મજા કરવા માટે ઉમટી પડ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં લોકો માસ્ક પહેર્યા વિના અને સોશ્યિલ ડિસ્ટનસ જાળવ્યા વિના લોકો સ્વિમિંગ પુલમાં ન્હાવાની મજા માણી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ત્યાં રૂ.500માં એક વ્યક્તિને પ્રવેશ આપવામાં આવે છે. ત્યાં સ્વિમિંગ પુલ, રાઈડ અને જમવાની પણ સુવિધા ચાલુ છે. ત્યાં યુવાનો મોટી સંખ્યામાં પણ એકઠા થઇ રહ્યા છે. રવિવારે જ પાદરા નજીક આવેલા માહી રિસોર્ટમાં ભીડ ઉમટી પડતા પોલીસ ત્રાટકી હતી અને સંચાલક સહિત અનેક સહેલાણીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

રિસોર્ટ ચાલુ છે, સ્વિમિંગ પુલ, એડવેન્ચર પાર્ક ચાલુ છે, જમવાની વ્યવસ્થા થઈ જશે
હયાતી રિસોર્ટનો વિડીયો વાઈરલ થયા બાદ દિવ્ય ભાસ્કરે રિસોર્ટ ચાલુ છે કે કેમ તેની તપાસ કરી હતી. જ્યાંથી જાણવા મળ્યું હતું કે રિસોર્ટ ચાલુ છે, કપલના એક હજાર થશે. એક વ્યક્તિના 500 થશે. રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, એડવેન્ચર પાર્ક, રાઈડસ ચાલુ છે. જમવાની પણ વ્યવસ્થા થઈ જશે તેમ રિસોર્ટ તરફથી કહેવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...