તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આગામી દિવસોમાં જ્યારે કોરોનાની રસી આવશે ત્યારે તંત્ર દ્વારા વ્યવસ્થા માળખામાં શાળામાં ભણતા ધો.11 અને ધો.12ના વિદ્યાર્થીઓને પણ સામેલ કરવામાં આવશે. આ માટે જિલ્લા શિક્ષણ વિભાગને આ મુદ્દે કેટલા વિદ્યાર્થીઓને સાંકળી શકે છે તે માટેની સૂચનાઓ આપવામાં આવી છે.
કેટલાક દિવસ અગાઉ કોરોના વેકસિનની વડોદરામાં તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેકટર દ્વારા એક વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓને જ હાજર રાખવામાં આવ્યાં હતા. આ બેઠકમાં વિશેષપણે રસી આવે ત્યારે સ્વૈચ્છિક કાર્યકરોમાં કોનો સમાવેશ કરી શકાય તે વિશેની વિચારણા કરવામાં આવી હતી અને દરેક અધિકારીને વધુમાં વધુ સ્વૈચ્છિક કાર્યકરોને આવરી લેવાની સૂચનાઓ આપવામાં આવી હતી. એટલું જ નહીં કયો વિભાગ કેટલા આવા વોલ્યૂન્ટિયર્સ ( સ્વૈચ્છિક કાર્યકરો) લાવી શકે છે તેનો સરવે કરવાની સૂચના આપવામાં આવી હતી. ધો.11 અને ધો.12 ઉપરાંત એનસીસી અને યુનિવર્સિટીના એનએસએસના વિદ્યાર્થીઓને પણ આ કામગીરીમાં સામેલ કરાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જોકે હાલના તબક્કે કયા પ્રકારના વિદ્યાર્થીઓને કઇ કામગીરી સોંપવી તે અંગેની વિચારણા ચાલી રહી છે. આ વિશે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, ‘વોલ્યૂન્ટિયર્સને આ કામગીરીમાં આવરી લેવાશે પણ અમે હાલના તબક્કે કયાંથી કેટલા વોલ્યૂન્ટિયર્સ આવી શકે છે તેની શક્યતા ચકાસી રહ્યાં છીએ.’
હજી 25 જેટલા ફ્રિઝરો આવશે, દાહોદ સહિતના 6 જિલ્લાઓમાં મોકલાશે
ઓલ્ડ પાદરા રોડની વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ખાતે 25 ફ્રિઝરો આવ્યાં છે. આ ફ્રિઝરોમાં મોટા ફ્રિઝરોની ઊંચાઇ 6 ફૂટ અને પહોળાઇ 2.5 ફૂટ છે. આઇસ પેક માટેના બીજા 5 વિશેષ ડીપ ફ્રિઝર હજી આવશે. હાલમાં આ ફ્રિઝરો લાકડાના પેકિંગમાં છે. બીજા 25 ફ્રિઝરો આવતાં દાહોદ, મહિસાગર, ભરૂચ, પંચમહાલ સહિતના 6 જિલ્લાઓમાં પણ જરૂરિયાત પ્રમાણે વડોદરાથી મોકલાશે. આ ફ્રિઝરોની સાથે 1000 વેક્સિન કેરિયર(આઇસ પેક) પણ મોકલાશે. આ માટેની વેક્સિન વાન સજ્જ કરાઇ રહી છે. વડોદરા જિલ્લામાં હાલમાં 3 વાન છે.
અધિકારીઓના સોશિયલ મીડિયા ગ્રૂપ COVID19 VACCINE DTFIનો પ્રારંભ
રસીની હવે પછીની કામગીરીમાં અધિકારીઓ વચ્ચે સંકલન રહે તે માટે કલેક્ટર ઓફિસ દ્વારા ટાસ્ક ફોર્સ માટે એક વોટ્સએપ ગ્રૂપ તૈયાર કરાયું છે. હાલમા્ં આ સોશિયલ મીડિયા ગ્રૂપ COVID19 VACCINE DTFIમાં કલેકટર ઉપરાંત જિલ્લા આરોગ્ય અધિકારી, રોગચાળા અધિકારી સહિત 20 અધિકારી છે. જેમાં અધિકારીઓ રસીકરણ સાથે સંકળાયેલી મહત્વની માહિતીની આપ-લે કરશે.
વોલેન્ટિયર્સની સંભવિત કામગીરી શું હશે?
કોરોના રસી માટેની તૈયારીઓમાં વોલેન્ટિયર્સની સંભવિત કામગીરી કઇ કઇ હશે તે બાબતે હજી સસ્પેન્સ છે. પણ શાળાના વિદ્યાર્થીઓ જો વોલેન્ટિયર્સ તરીકે આવરી લેવામાં આવે તો તેમને શું કામ અપાશે. ઉચ્ચ સૂત્રના જણાવ્યા અનુસાર તેમને અવેરનેસની કામગીરી આપવામાં આવશે. આ કામમાં શેનો સમાવેશ કરવાનો છે તેના સંભિવત કામોની પણ વિચારણા ચાલી રહી છે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.