તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામા ભંગ:નવાયાર્ડમાં લગ્નમાં ટોળું ભેગુંં કરનાર 2ની અટક

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 લગ્નોના આયોજકો સામે ગુનો નોંધાયો

કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે નવાયાર્ડમાં યોજાયેલા 2 લગ્નમાં ટોળાં એકત્ર થતાં પોલીસે લગ્નનું આયોજન કરનારા 2 શખ્સની અટકાયત કરી જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

શુક્રવારે બપોરે એક જાગૃત નાગરિકે જાણ કરી હતી કે, નવાયાર્ડ મેઈન રોડ પર બોમ્બે રેસ્ટોરન્ટની ગલીમાં મુસ્લિમ સમાજના લગ્ન છે અને ત્યાં 1 હજાર લોકોનું જમણવાર છે અને મોટી સંખ્યામાં ટોળાં એકત્ર થયાં છે. જેના આધારે ફતેગંજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે તપાસ કરતાં લગ્ન પ્રસંગમાં 70 લોકો એકત્ર થયા હતા. પોલીસે લગ્ન પ્રસંગનું આયોજન કરનાર કુંભારચાલમાં રહેતા સોહિલખાન રજાકખાન પઠાણની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નવાયાર્ડ વિસ્તારમાં આવેલી ચીસ્તીયા મસ્જિદ નજીક એક લગ્ન સમારંભમાં લોકો એકત્ર થયા છે તેવી માહિતી મળતા જ ફતેગંજ પોલીસ સ્થળ પર પહોંચી હતી. ત્યાં 50થી લોકો મળી આવતા પોલીસે આયોજક મજમીલખાન પઠાણની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...