તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નકલી બાયોડીઝલ કૌભાંડ:સુરતનો સપ્લાયર 10 મહિનાથી નકલી બાયોડીઝલ વેચતો હતો

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોપી વિજય ખૂંટની પૂછપરછમાં થયેલો ઘટસ્ફોટ
  • બીજો સપ્લાયરને હજી નકલી બાયોડીઝલ કૌભાંડઇસોલેશન સેન્ટરમાં રખાયો છે

તરસાલી બાયપાસ રોડ પર પકડાયેલા નકલી બાયોડીઝલ કૌભાંડમાં પોલીસે સુરતના સપ્લાયર વિજય ખુંટને અદાલતમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે તે સુરતમાં છેલ્લા 10 મહિનાથી ડુપ્લિકેટ બાયોડીઝલ વેચી રહ્યો હતો અને તેના સમગ્ર ગુજરાતમાં ગ્રાહકો હતા. તે જ્વલનશીવ કેમિકલની ખરીદી કરીને ગ્રાહકોને બાયોડીઝલના નામે વેચતો હતો. પોલીસે તેની સાથે સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ શરુ કરી હતી.

હાઇવે પર તરસાલી બ્રિજ પાસે ઓરડીઓમાં ડુપ્લિકેટ બાયોડીઝલ વેચી રહેલા રતનલાલ ખટીક અને રોશન ખટીકને પીસીબી પોલીસે ઝડપી લીધા બાદ બંનેના ભાગીદાર ભેરુલાલ ઉર્ફે સુરેશ કૈલાસચન્દ્ર ખટીક (તરુણનગર, છાણી જકાતનાકા), બંનેને ડુપ્લિકેટ બાયોડીઝલ વેચતાં રાજકોટના કિસ્મત પેટ્રોલિયમના એજાઝ યુનુસ ભૌયા (રાજકોટ) તથા સુરતના ઇસ્ટ ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ ચલાવતા વિજય રામજી ખુંટને પણ ઝડપી લીધા હતા.

પોલીસે વિજયના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. વિજય તેના કેટલાક મિત્રોની સાથે રહીને 10 મહિનાથી જ્વલનશીલ કેમિકલનો જથ્થો ખરીદતો હતો અને તેને બાયોડીઝલના નામે ગ્રાહકોને વેચતો હતો. તેના વિવિધ શહેરોમાં ગ્રાહકો હતા પોલીસ તેની સાથે સંકળાયેલા શખ્સો તથા તેના ગ્રાહકોની તપાસ કરી રહી છે. બીજા સપ્લાયર રાજકોટના અઝીઝનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે પણ હજુ તેને આઇસોલેશનમાં રખાયો છે.

અન્ય સમાચારો પણ છે...