પ્રેક્ટિસ:બીસીએની 4 ટીમનો સપોર્ટિંગ સ્ટાફ ગુજરાત ટાઇટન્સની ટેક્નિક શીખશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોટંબીમાં ગુજરાત ટાઇટન્સના હાર્દિક-જયંત સહિત ખેલાડી રમશે
  • બીસીએ સત્તાધિશોએ 30 લોકોને પ્રેક્ટિસમાં જવા ફરમાન કર્યું

ચેમ્પિયન ગુજરાત ટાઇટન ટીમે વડોદરા નજીક પ્રેક્ટિસ સેશન શરૂ કર્યું છે ત્યારે બીસીએની ચાર ટીમોના 30 સભ્યોને નવી ટેકનીક શીખવા આ પ્રેક્ટિસ સ્ટેશન નિહાળવા માટે બીસીએના સત્તાધીશોએ ફરમાન કર્યું છે. ગત વર્ષે IPLમાં ચેમ્પિયન ગુજરાત ટાઇટન ટીમ કોટંબીમાં 4 દિવસ પ્રેક્ટિસ કરશે. ગુજરાત ટાઇટન ટીમમાં સુકાની હાર્દિક પંડ્યા અને જયંત જાદવ જેવા ખેલાડી પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ રહ્યા છે.

જેમાં ટીમના કોચ આશિષ નેહરા અને સ્ટાફ ખેલાડીઓને ક્રિકેટની નવી ટેકનીક શીખવી રહ્યા છે. પ્રેકટીસ 4 દિવસ ચાલશે. જેથી બીસીએની રણજી સહિત અન્ડર 23, 19 અને 16 ટીમને નવી ટેકનીકો શીખવા સત્તાધીશોએ સૂચના આપી છે. સેક્રેટરી અજીત લેલેએ જણાવ્યું કે બીસીએની ટીમોનો સપોર્ટિંગ સ્ટાફ કોચ અને સ્ટાફની ટેકનીકની બારીકીઓ શીખશે.

અન્ય સમાચારો પણ છે...