આયોજન:દક્ષિણ-મધ્ય ગુજરાતના છાત્રોને ઉદ્યોગ સાહસિતાની સમજ અપાઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નવરસના યુનિવર્સિટી ખાતે દક્ષિણ-મધ્ય ગુજરાત માટે બે દિવસે બાયોટેકનો એન્ટરપ્રેન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો. - Divya Bhaskar
નવરસના યુનિવર્સિટી ખાતે દક્ષિણ-મધ્ય ગુજરાત માટે બે દિવસે બાયોટેકનો એન્ટરપ્રેન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો.
  • નવરચના યુનિવર્સિટીમાં બાયોટેક્નો આંત્રપ્રોન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો
  • ગુજરાત બાયોટેક્નોલોજી​​​​​​​ મિશન, એન્ટરપ્રેન્યોરશિપ ઈન્સ્ટિટ્યૂટનો સંયુક્ત પ્રયાસ

બાયોટેક્નો આંત્રપ્રોન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ એ ગુજરાત વ્યાપી પહેલ છે જે ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશન, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગુજરાત અને ઈન્ડિયાની એન્ટરપ્રેન્યોરશિપ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી છે. નવરચના યુનિવર્સિટી વડોદરા ખાતે દક્ષિણ મધ્ય ગુજરાત માટે પ્રાદેશિક રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય જાગરૂકતા કાર્યક્રમ વિદ્યાર્થીઓને બાયો આંત્રપ્રિન્યોરશિપના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ, યોજનાઓ માટે ભંડોળની તકોથી વાકેફ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

બે દિવસીય કાર્યક્રમમાં સમગ્ર રાજ્ય માંથી વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. કુલ 120 રજીસ્ટ્રેશન થયા હતા. કાર્યક્રમમાં સંસ્થાના સ્વરૂપો, નવીનતા અને સર્જનાત્મકતા, બિઝનેસ પ્લાન પર ચર્ચા અને ઉભરતા બાયોઉદ્યોગ સાહસિકો દ્વારા અનુભવની વહેંચણી જેવા વિષયો હતા. સાવલી બાયોઇન્ક્યુબેટરના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ માટે ઇન્ક્યુબેશનની તક અને તેઓ હાલની યોજનાઓ અને વિવિધ યોજનાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટનો લાભ કેવી રીતે મેળવી શકે તેની સમજ આપી.

વિદ્યાર્થીઓએ યુવા ઉદ્યોગસાહસિકોને ટેકો આપવા રાજ્યમાં અસ્તિત્વમાં રહેલી કેટલીક નવી તકોનો સંપર્ક કર્યો. બાયોલોજી સ્નાતકો અને અનુસ્નાતકના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આંત્રપ્રિન્યોરશિપની તાલીમ ખાસ કરીને તેઓને તેમની કારકિર્દી માટેના આ મહત્વપૂર્ણ વિકલ્પથી વાકેફ કરવા માટે લેવામાં આવી છે.

ઉદ્યોગ સાહસિક બનવા ઇચ્છતા છાત્રોને મદદ કરશે બાયોટેક્નો આંત્રપ્રોન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ
બાયોટેક્નોએન્ટ્રપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ એવા વિદ્યાર્થીઓને મદદ કરશે કે જેઓ ઉદ્યોગસાહસિક બનવાની આકાંક્ષા ધરાવે છે અને તેઓને કેવી રીતે આગળ વધવું અને ભંડોળ માટે ક્યાં સંપર્ક કરવો તે જાણતા નથી. આવનારા સમયમાં નવરચના યુનિવર્સિટીમાં આવી ઘણી ઇવેન્ટ્સ યોજવામાં આવશે કારણ કે અમે વિદ્યાર્થીઓને સ્વતંત્ર વિચારકો અને સમાજને મોટા પાયે મદદ કરી શકે તેવા જોબ સર્જકો બનાવવામાં માનીએ છીએ.- ડૉ. સંદીપ વસંત, રજિસ્ટ્રાર, નવરચના યુનિવર્સિટી

અન્ય સમાચારો પણ છે...