જગ્યા ખૂટી:FYBAના વિદ્યાર્થીઓને વર્ગમાં જગ્યા ન મળતાં કેન્ટિનમાં ફ્રી લેક્ચર ભર્યું

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
આર્ટ્સ ફેકલ્ટીમાં ગુરુવારે વર્ગો શરૂ કરાતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં ક્લાસરૂમમાં બહારથી બેન્ચીસ લાવવી પડી હતી. - Divya Bhaskar
આર્ટ્સ ફેકલ્ટીમાં ગુરુવારે વર્ગો શરૂ કરાતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં ક્લાસરૂમમાં બહારથી બેન્ચીસ લાવવી પડી હતી.
  • અંદાજ અને ક્લાસની ક્ષમતાથી વધુ વિદ્યાર્થી આવ્યા : નેતાઓએ વધુ બેન્ચીસ મૂકી

એમ.એસ.યુનિવર્સિટી આર્ટસ ફેકલ્ટીમાં પ્રથમ દિવસે વિદ્યાર્થી વધી જતા બેસવા માટે જગ્યા ખૂટતા વધારાની બેન્ચીસ મૂકવામાં આવી હતી. કલાસરૂમોની ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓ હોવાથી ઘણા વિદ્યાર્થીઓ લેકચર એટેન્ડ કરી શકયા ના હતા અને તેમનેે કેન્ટિનમાં જઇને બેસવાનો વારો આવ્યો હતો.

યુનિવર્સિટીમાં આર્ટસ ફેકલ્ટીમાં એફવાય બીએની શરૂઆત થઇ હતી. આર્ટસ ફેકલ્ટીના ઐતિહાસીક ગુંબજમાં 4 વર્ષના સમય પછી કલાસ લેવામાં આવ્યા હતા. 9 જેટલા કલાસરૂમોની સામે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જેના કારણે કલાસરૂમો હાઉસ ફૂલ થઇ ગયા હતા. એફવાયમાં 1400 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. પ્રથમ દિવસે જ લેકચર એટેન્ડ કરવા માટે અંદાજીત 1 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ ઉમટી પડયા હતા. કલાસરૂમોમાં 600થી 700 વિદ્યાર્થીઓની ક્ષમતા હતી.

જેની સામે વધારે વિદ્યાર્થીઓ હોવાના કારણે વધારાની બેન્ચીસ મૂકવાની ફરજ પડી હતી. આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થી સંગઠન એએસયુના વિદ્યાર્થી આગેવાનો પ્રીન્સ રાજપૂત તથા અન્ય કાર્યકરોએ જાતે બેન્ચીસ ઉઠાવીને કલાસરૂમોમાં ગોઠવી હતી. પ્રથમ દિવસે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવશે તેવો અંદાજો સત્તાધીશોને ના હોવાથી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ના હતી.

જેના કારણે અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓ અટવાઇ ગયા હતા. સંખ્યાબંધ વિદ્યાર્થીઓને કલાસની બહાર ઉભા રહેવાનો વારો આવ્યો હતો. એફવાય બીએના કલાસ એટેન્ડ કરવા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે અંદાજીત 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉમટી પડયા હતા.

જે વિદ્યાર્થીઓ કલાસરૂમમાં લેકચર એટેન્ડ કરી ના શકયા તે વિદ્યાર્થીઓ કેન્ટીનમાં જઇ બેઠા હતા. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના પ્રથમ દિવસે વિદ્યાર્થી આગેવાનો દ્વારા આર્ટસની કેન્ટીનમાં વિદ્યાર્થીઓને ચા-નાસ્તાની ટ્રીટ આપવામાં આવી હતી.

2 ક્લાસમાં પંખા ન હોવાથી ઉકળાટ
ગુંબજમાં કલાસની કામગીરી બાકી છે. 2 કલાસ રૂમોમાં પંખા અને લાઇટ લગાવવામાં આવ્યા નથી. જેથી વિદ્યાર્થીઓને ઉકળાટમાં અભ્યાસ કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...