વિરોધ:વીસી વચનથી ફરી જતાં છાત્રોએ લોલીપોપ વહેંચી

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓ દ્વારા તેમના મુદ્દાનો ઉકેલ ન આવતાં સત્તાધીશોને લોલીપોપ આપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. - Divya Bhaskar
વિદ્યાર્થીઓ દ્વારા તેમના મુદ્દાનો ઉકેલ ન આવતાં સત્તાધીશોને લોલીપોપ આપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
  • ધક્કામુક્કીમાં વિજિલન્સ ઓફિસર પડી જતાં ઇજા

વીવીએસએ ડીટેઇન કરેલા વિદ્યાર્થીઓના મુદે હેડ ઓફીસ ખાતે શનિવારે રજૂઆત કરી હતી. અગાઉ વીસીએ આપેલી બાંહેધરીમાંથી ફરી જતા વિદ્યાર્થીઓએ લોલીપોપ આપીને વિરોધ નોંધાવ્યો હતો. ધક્કા મૂક્કી થતા વીજીલન્સ ઓફીસર પડી જતા મોઢાના ભાગે સામાન્ય ઇજા થઇ હતી.એમ.એસ.યુનિવર્સિટીમાં બે થી વધુ વિષયમાં ફેલ થવાને કારણે ડિટેન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે વિદ્યાર્થીઓને ડિટેન નહીં કરવામાં આવે તેવી બાંહેધરી વીસીએ વિદ્યાર્થીઓને ગત એપ્રીલ મહિનામાં આપી હતી.

જોકે જાહેરાત કર્યા પછી તેનો અમલ કરવામાં આવ્યો ના હતો. જેના પગલે વીવીએસના વિદ્યાર્થી આગેવાનો ફરીથી રજૂઆતો કરવા હેડ ઓફીસ ખાતે ગયા હતા. વિદ્યાર્થીઓને અગાઉ બાંહેધરી આપ્યા પછી પણ તેનો અમલ કરવામાં ના આવતા વિદ્યાર્થીઓએ તેને લોલીપોપ ગણાવીને રજૂઆત કરવા ગયા ત્યારે સત્તાધીશોને લોલીપોપ આપીને વિરોધ નોંધાવ્યો હતો. રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ હેડ ઓફીસમાં પ્રવેશ કરવાની કોશીશ કરતા હતા તે સમયે વીજીસન્સના અધિકારીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

તે સમયે ધક્કા મુક્કી દરમિયાન ચીફ વીજીલન્સ ઓફીસર પી.પી.કાનાની પડી જતા તેમના મોઢાના ભાગે સામાન્ય ઇજા થઇ હતી. જેના કારણે વીવીએસના વિદ્યાર્થી આગેવાનો દ્વારા તેમની માફી પણ માંગવામાં આવી હતી. વિદ્યાર્થી આગેવાનો દ્વારા અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી જોકે તેનો અમલ કરવામાં આવ્યો ના હોવાથી વિદ્યાર્થીઓએ સતત ત્રીજી વાર રજૂઆતો કરી હતી. નોંધનિય છે કે વિદ્યાર્થીઓએ હેડ ઓફીસ ખાતે ઢોલ નગારા સાથે દેખાવ કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...