આયોજન:ફેકલ્ટીના નેજા હેઠળ જ વિદ્યાર્થી સંગઠનોએ ગરબા યોજવા પડશે

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • MSUના સત્તાધીશોએ રાત્રી બીફોર નવરાત્રી માટે ગાઇડ લાઇન આપી
  • વિદ્યાર્થી સંગઠનો બહારના ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કરશે

એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા માંગવામાં આવતી રાત્રી બિફોર નવરાત્રીની પરવાનગી માટે ગાઇડ લાઇન બહાર પડાઇ છે. જેમાં નિયમો બનાવવામાં આવે છે. જેમાં ગરબાને સાંજે 7.30 વાગ્યા સુધીમાં પૂરા કરી દેવા પડશે. વિદ્યાર્થી સંગઠનો પોતાના સ્તરે ગરબા યોજી નહિ શકે, ફેકલ્ટીના નેજા હેઠળ જ યોજાવા પડશે. જ્યારે સત્તાધીશોના રીસ્ટ્રિકશન સામે વિદ્યાર્થી સંગઠનો બહારના ગરબા ગ્રાઉન્ડો પર રાત્રી બીફોર નવરાત્રી યોજી રહ્યા છે.

યુનિવર્સિટીમાં વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા ગરબાના આયોજન માટે પરવાનગી માંગે અને તેમાં કોઇ વિવાદ ના થાય તે ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા આ ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં કોલેજના ફેકલ્ટીના ડીનના તેમના સ્ટાફ અને વિદ્યાર્થીઓની મદદથી સંબંધિત કેમ્પસમાં ગરબા સાંસ્કૃતિક સાંજનું આયોજન કરી શકાશે. ફેકલ્ટીના ડીને શૈક્ષણિક સંસ્થાની શાંતિ અને સુમેળ જાળવવા તમામ પગલાં લેવા પડશે. ગરબા યોજવા પોલીસ પરવાનગી લેવી પડશે.

આયોજન માટે ફેકલ્ટી સ્તરની કમીટી હશે જે નિર્ણયો લેશે. જો કે મોટાભાગના સંગઠનોએ શહેરના ગરબા ગ્રાઉન્ડો પર જ રાત્રી બિફોર નવરાત્રીનું આયોજન કર્યું છે. 2019માં રાત્રી બિફોર નવરાત્રી માટે પેલેવીયન ગ્રાઉન્ડ આપવાના મુદે બે સંગઠનો વચ્ચે વિખવાદ થયો હતો.

6 મહિના પહેલાં સાયન્સ ફેકલ્ટીના ગરબામાં 2 સંગઠનો વચ્ચે જૂથ અથડામણ થઇ હતી
માર્ચ મહિનામાં સાયન્સ ફેકલ્ટીમાં સાયન્સ વીક બાદ વિદ્યાર્થીઓની માંગણીને ધ્યનામાં રાખીને ફેકલ્ટી સત્તાધીશોએ ગરબા માટે પરવાનગી આપી હતી. જોકે તે સમયે બે વિદ્યાર્થી સંગઠનો આઇશા અને રોયલ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. જેમાં બંને જૂથોના 15થી 20 વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ થઇ હતી. જેને પગલે આ પ્રકારનો નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...