પોલોગ્રાઉન્ડ રોડ પર એક કિશોરને 4 હજાર રુપિયા ભરેલુ પર્સ મળ્યું હતું, કિશોરને એક વ્યક્તિએ લાલચ આપીને તેને ભરમાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ કિશોરે નિષ્ઠા દાખવીને પર્સને પોલીસને જમા કર્યું હતુ. નવાપુરા રહેતો રિષભ ખોપકર બુધવારે સાઈકલ પરपरથી જઈ રહ્યો હતો.
તેને નવજીવન શાળાની આગળ પહોંચતા એક પર્સ દેખાયું હતુ. તેણે પર્સ લઈને જોતા તેમાં રૂા. 4500 હતા. એવામાં એક વ્યક્તિ આવ્યો હતો અને તેણે રિષભને ઓફર આપી હતી કે તુ મને પર્સના અડધા રુપિયા આપી દે અને તુ અડધા લઈને પણ રિષભે ના પાડી દીધી હતી.
છેવટે વ્યક્તિએ પર્સમાંથી 500 રુપિયા માંગ્યા હતા. તે બાબતે પણ રિષભે ના પાડી દીધી હતી. એક મહિલા આવતા તે વ્યક્તિ ભાગી ગયો હતો. રિષભે પિતા સાથે પોલીસ સ્ટેશન જઇ સમગ્ર હકિકત જણાવતા પોલીસે રિષભને આ બાબતે શાબાસી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.