તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:એક વરસાદી ઝાપટામાં દેણા પાસે બ્રિજનું સ્ટીલનું સ્ટ્રક્ચર બેસી ગયું

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
દેણા ગામ પાસે નદી પર બની રહેલા બ્રિજનો એક પિલર સામાન્ય વરસાદી ઝાપટામાં જ નમી ગયો હતો. - Divya Bhaskar
દેણા ગામ પાસે નદી પર બની રહેલા બ્રિજનો એક પિલર સામાન્ય વરસાદી ઝાપટામાં જ નમી ગયો હતો.
  • શિવાલય કન્સ્ટ્રક્શનનો બચાવ, જમીન પોચી થતાં સ્ટ્રક્ચર નીચું આવ્યું
  • 30 કરોડના ખર્ચે બનતા બ્રિજના એક ભાગનો સ્લેબ તોડવો પડયો, R&Bના અધિકારીઓની દોડધામ

ચોમાસા પહેલા કમોસમી ઝાપટામાં દેણા ગામ પહેલા નદી પર બની રહેલો 30 મીટર લાંબા બ્રિજના સ્લેબ માટેનું સ્ટીલનું સ્ટ્રક્ચર જમીનમાં બેસી ગયું હતું. જેના કારણે સ્ટ્રક્ચર સહિતનું માળખું તોડવું પડ્યું હતું. આ ઘટના બાદ આરએન્ડબી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. કોન્ટ્રાક્ટર શિવાયલ કન્સ્ટ્રક્શન દ્વારા આ બ્રિજ 2021 માં પૂરો કરવાનો છે. જ્યારે 30 કરોડની કિંમતે આ બ્રિજ બનીને તૈયાર થવાનો છે.

આ ઘટના અંગે બ્રિજના ઈજારદારોના જણાવ્યા અનુસાર, આ બ્રિજનું કામ હાલ ચાલી રહ્યું છે. બે ગાળાનું કન્સ્ટ્રકશન થઈ ગયું છે, જ્યારે એક ગાળાનું કન્સ્ટ્રક્શન કરવાનું હતું. બે દિવસ પહેલાં જે વરસાદી ઝાપટું પડ્યું તેમાં જમીનનો સરફેસ એરિયા પોચો થયો હતો, જેના કારણે સ્લેબ ભરવા માટેનું સ્ટીલનું સ્ટ્રક્ચર હતું તે નીચુ આવી ગયું હતું. એટલે સ્ટ્રક્ચરને હટાવી લેવામાં આવ્યું છે, જેમાં કોઈ પણ હોનારત સર્જાઈ નથી. બીજી તરફ આ બ્રિજનું સોઈલ ટેસ્ટીંગ પણ કરવામાં આવ્યું છે.

આરએન્ડબી ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વરસાદના પગલે જમીનમાં સ્ટીલનું સ્ટ્રકચર બેસી જતાં સેન્ટિંગના પાટિયાનું સેટલમેન્ટ બગડી ગયું હતું. જે સ્ટ્રક્ચરને તોડીને ફરીથી તેને સરખું કરવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોઇલ ટેસ્ટ કરવામાં આવ્યો હોવા છતાં સ્ટ્રક્ચર પહેલાં જ વરસાદી ઝાપટામાં જમીનમાં ખૂંપી જતાં ઇજારદાર શિવાલય કન્સ્ટ્રક્શન અને આરએન્ડબી વિભાગની કામગીરી પર સવાલો ઊભા થયા છે. આ બ્રિજ બનીને તૈયાર થઈ ગયા બાદ જો આ પ્રકારની ઘટના બની હોત તો જાનહાનિ થવાની શક્યતા રહેલી હતી. જોકે અધિકારીઓ હાલ આ ઘટના અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...