તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Std 12 Student Said: 'My Dream Of Going Abroad For Study Will Be Shattered', The Student Said: 'All My Dreams Have Been Shattered'

સ્ટુડન્ટ્સમાં ચિંતા હવે શું?:ધો-12ની વિદ્યાર્થિનીએ કહ્યું: 'અભ્યાસ માટે વિદેશ જવાનું મારું સપનુ રોળાઇ જશે', વિદ્યાર્થીએ કહ્યું: 'મારા તમામ સપના ચકનાચૂર થઇ ગયા છે'

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો-12ની પરીક્ષા રદ્દ થતાં કેટલાક વિદ્યાર્થીઓ ખુશ થયા, તો કેટલાક વિદ્યાર્થીઓ નારાજ થયા

કોરોનાની મહામારીમાં શિક્ષણ ઉપર મોટી અસર પડી છે. પીએમ મોદીએ CBSEની ધોરણ-12ની પરિક્ષા રદ્દ કરવાની જાહેરાત કર્યાં બાદ આજે રાજ્ય સરકાર દ્વારા ધો-12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સની પરિક્ષાઓ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવતા કેટલાક વિદ્યાર્થીઓ ખુશ થઇ ગયા હતા. તો કેટલાક વિદ્યાર્થીઓ નારાજ થયા હતા. જ્યારે વાલીઓમાં પોતાના સંતાનોની ભવિષ્યની ચિંતામાં આવી ગયા હતા. ધોરણ-12 સાયન્સની પરીક્ષા રદ્દ થતાં નારાજ ઝીલ રાણાએ જણાવ્યું હતુ કે, સારા ટકા મેળવીને ફિઝિક્સમાં કારકીર્દી બનાવવા માટે વિદેશ ભણવા જવાની હતી, હવે હું વિદેશ વધુ અભ્યાસ માટે જઇ શકીશ કે નહીં, તે અંગે મુંઝવણમાં આવી ગઇ છું. મારું વિદેશમાં અભ્યાસ માટે જવાનું સપનું રોળાઇ જશે તેમ લાગી રહ્યું છે.

વિદ્યાર્થિની કહે છે કે, મારી મહેનત ઉપર પાણી ફરી વળી ગયું છે.
વડોદરાના ન્યુ વી.આઇ.પી. રોડ ઉપર રહેતી ઝીલ રાણાએ જણાવ્યું હતું કે, ધોરણ-12 સાયન્સની પરીક્ષા માટે હું સંપૂર્ણ તૈયાર હતી. હું સારા ટકા મેળવીને ફિઝિક્સમાં કારકીર્દી બનાવવા માટે વિદેશ જવાનું પ્લાનિંગ હતી. કોરોનાની મહામારીના કારણે સરકાર દ્વારા વિદ્યાર્થીઓની ચિંતા કરીને નિર્ણય કર્યો છે. તેનાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર માઠી અસર પડશે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા લેવાશે તેવી અપેક્ષા ઓનલાઇન અભ્યાસ કરીને તૈયારીઓ કરી હતી, પરંતુ, અમારી મહેનત ઉપર પાણી ફરી વળી ગયું છે. તે સાથે અમારી ફી પણ માથે પડી છે. જો સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી હોય તે આપી શકે છે. તેવો નિર્ણય લેશે તો હું ચોક્કસ પરીક્ષા આપીશ. પરીક્ષા આપવા માટે હું સંપૂર્ણ તૈયાર છું.

વિદ્યાર્થી કહે છે કે, પરીક્ષાઓ રદ્દ કરવાના નિર્ણયથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડશે
ધોરણ-12 કોમર્સની તૈયારી કરીને પરીક્ષા આપવા માટે ઉત્સુક મીત પટેલે જણાવ્યું હતું કે, હું ધોરણ-12 કોમર્સમાં સારા ટકા લાવીને વિદેશ ભણવા જવાનો હતો. પરંતુ, હવે પરીક્ષા રદ્દ કરવાની સરકારે જાહેરાત લેતા મુંઝવણમાં મૂકાઇ ગયો છું. ખબર પડતી નથી કે, હવે મારાથી માસ પ્રમોશનના આધારે વિદેશ વધુ અભ્યાસ માટે જવાશે કે નહીં. હાલના તબક્કે લાગી રહ્યું છે કે, મારા તમામ સપના ચકનાચૂર થઇ ગયા છે. સરકારે જે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી હોય તેવા વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવી જોઇએ. હું પરીક્ષા આપવા તૈયાર છું. પરીક્ષાઓ રદ્દ કરવાના નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર અસર પડશે., તેવું મારું સ્પષ્ટ પણે માનવું છે.

ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરવાનો સરકારનો સારો નિર્ણય છે
ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થી આર્યનના વાલી અમીબહેન પુરોહિતે જણાવ્યું કે, ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરવાનો સરકારનો સારો નિર્ણય છે. કારણ કે, વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ સારી રીતે કરી શક્યા નથી. આથી સરકારે પરીક્ષા રદ્દ કરવાનો લીધેલો નિર્ણય આવકાર્ય છે, પરંતુ, સરકારે વિદ્યાર્થીઓને નીટ જેવી પરીક્ષાઓ આપવામાં સમસ્યા ન સર્જાય તે માટે ચોક્કસ નીતિ બનાવી જલદી જાહેરાત કરે તે જરૂરી છે.

યોગ્ય પોલિસી બનાવીને વહેલી તકે જાહેરાત કરે તેવી સરકારને અપીલ
ધોરણ-12 કોમર્સના વિદ્યાર્થી જૈનિલના વાલી દર્શનાબહેન જોગલેકરે જણાવ્યું કે, મારો પુત્ર ધોરણ-12 કોમર્સમાં સારા ટકા મેળવીને પોતાની બી.બી.એ.માં પ્રવેશ લેવાનો હતો. પરંતુ, હવે તેને પ્રવેશ કેવી રીતે મળશે તે એક પ્રશ્ન છે. સરકાર દ્વારા ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણયને હું આવકારું છું. સાથે સરકારને અપીલ કરું છું કે, સરકાર દ્વારા ધોરણ-12ના વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે કોઇ તકલીફ ન પડે તે માટે યોગ્ય પોલિસી બનાવીને વહેલી તકે જાહેરાત કરે. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓની મુંઝવણ દૂર થાય.

અન્ય સમાચારો પણ છે...