લોકડાઉન:સ્ટેટમાં અવ્વલ આવતી શહેરની બાસ્કેટબોલ ટીમ લોકડાઉનમાં પણ સતત ટ્રેનિંગ લઇ રહી છે

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

online basketball GPSની બાસ્કેટ બોલ ટીમના ખેલાડીઓ રોજ બે કલાક પોતાની રમતની પ્રેક્ટીસ ઓનલાઇન કરે છે. કોઇ પણ રમતમાં પારંગત બનવા તેનો નિરંતર અભ્યાસ કરી તેની સાથે જોડાયેલા રહેવું પડે છે. જે વાતને સિધ્ધ કરવા આ બાસ્કેટ બોલની ટીમ રોજ સાંજે 5થી 7 વાગ્યા દરમિયાન પોતાના કોચના માર્ગદર્શનમાં ફિટનેસ તથા રમતની પ્રેક્ટીસ કરે છે.

ઘણા વર્ષોથી વડોદરાની આ બાસ્કેટ બોલ ટીમે વડોદરા તથા રાજ્યમાં પ્રથમ સ્થાને વર્ચસ્વ જમાવ્યું છે. તેમના કોચ અર્જુનસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે, લોકડાઉનના સમય દરમિયાન ખેલાડીઓ ઘરમાં બેસીને કંટાળે છે અને તેઓની શક્તિઓનો વ્યય થાય છે. જો તેઓ ચોક્કસ પ્રવૃત્તિ નિયમિત કરે તો રીઝલ્ટ ચોક્કસ મળશે. તે ભણવામાં, રમવામાં કે કોઇ પણ પ્રકારની બીજી પ્રવૃત્તિઓમાં નિયમિત રહે તેનાથી ખેલાડીઓને જીતવાની ભાવના તથા નિરાશામાંથી બહાર નીકળી શકાય છે. ખેલાડી હારતા નથી, પણ કાં જીતે છે અને કાં તો શીખે છે. આ ટીમ ખેલમહાકુંભ, સ્કૂલ લીગ કે પછી સી.બી.એસ.ઇ.ની સ્પર્ધાઓમાં પણ આ ટીમ વિજેતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...