સેવકને મારવાનો વિવાદ:સોખડાના વિવાદમાં 6 લોકોનાં નિવેદન લેવાયાં મારામારી કરનાર 4 સંતોની હજુ પૂછપરછ નહીં

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
અનુજ ચૌહાણ - Divya Bhaskar
અનુજ ચૌહાણ
  • સતત પાંચમા દિવસે સોખડા મંદિરના દ્વાર બંધ, કોઇને પ્રવેશ ન અપાયો
  • પોલીસે મંદિર સંકુલના 17 સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા : કરણી સેના અનુજની પડખે

હરિધામ-સોખડામાં સેવકને 4 સંતો દ્વારા માર મારવાના વિવાદમાં સોમવારે પોલીસ મંદિરે તપાસ અર્થે પહોંચી હતી. જ્યાં મંદિરના સેક્રેટરી જયંત દવે સહિત કુલ 6 લોકોના નિવેદનો નોંધ્યા હતાં. જો કે મારામારીમાં સંડોવાયેલા 4 સંતોની પૂછપરછ કરી ન હતી. મંદિરમાં લાગેલા 17 સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસ્યાં હતાં. જોકે તમામ 17 કેમેરાનો એન્ગલ એકાઉન્ટ ઓફિસ કે જ્યાં સંતોએ સેવકને માર્યો હતો તે જગ્યાના મળ્યાં ન હતાં.

બીજી બાજુ સતત 5મા દિવસે મંદીરમાં કોઇને પ્રવેશ અપાયો ન હતો. બીજી તરફ સેવક અનુજ ચૌહાણને ટેકો આપનાર કરણી સેનાના આગેવાનોએ મીટીંગ યોજીને હિંદુ સંસ્કૃતિને તાયફો બનાવતા રોકવું જોઈએ અને આ મુદ્દાનો સુખદ અંત લાવવા માટે નક્કી કર્યું હતું.પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા મંદિરના સેક્રેટરી જયંત દવેનું નિવેદન નોંધ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે,ગુરૂવારે મહિલાઓનું ગ્રુપ તેમને આવેદનપત્ર આપવા માટે આવી હતી. અને ત્યારે તેઓ હરિપ્રસાદ સ્વામીજીના સ્મૃતિ મંદિર પાસે હતાં.

જ્યારે આ બનાવ તેમનાથી આશરે 50 મીટરથી વધુ દુર બન્યો હોવાથી તેમને આ અંગે કોઈ જાણ ન હતી.પોલીસે નિવેદનો નોંધ્યા બાદ બીજા ડોક્યુમેન્ટ મેળવીને ટુંક સમયમાં ચાર સંતોની પણ પુછપરછ કરશે.આ ઉપરાંત હરિધામ-સોખડા મંદિરના સેવક અનુજ ચૌહાણના ટેકામાં શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના પણ આવી છે. સોમવારના રોજ કરણી સેનાના લખન દરબારના ઘરે હરિધામ-સોખડામાં બનેલા દુખદ બનાવ અંગે એક મીટીંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

લખન દરબારે જણાવ્યું હતું કે, શહેરની શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા હરિધામ-સોખડા મંદિરમાં જે ઘટના બની છે તેને વખોડી કાઢવામાં આવી છે.કરણી સેનાએ અનુજ ચૌહાણ અને તેમના પરીવારને ટેકો આપ્યો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હરિધામ-સોખડા મંદિરમાં બનેલી ઘટના અત્યંત દુખદ અને હિંદુ સંસ્કૃતિને ન શોભે તેવી છે.

હરિધામ-સોખડાના બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીએ તો લાખો યુવાનોને જોડી ે ભક્તિ માર્ગે વાળવાનો જ તેમનો ઉદ્દેશ્ય હતો. તેમનો ઉદ્દેશ્ય એક જ હતો કે આપણે યુવાનોને જોડી જીવંત મંદિર બનાવવા જોઈએ,દાસના દાસ બનાવવા જોઈએ.આ પ્રકારના ઉચ્ચ વિચાર હરિપ્રસાદ સ્વામીજીએ વિશ્વને આપ્યો છે. આ મુદ્દાને સુખદ અંત લાવવો જોઈએ.હિંદુ સંસ્કૃતિને તાયફો બનતા રોકવો જોઈએ.

સંતો પણ અનુજ ચૌહાણને શોધવા કામે લાગ્યા
​​​​​​​હરિધામ-સોખડાના ચાર સંતો દ્વારા સેવક અનુજ ચૌહાણને મારમારવામાં આવ્યા બાદ આ સમગ્ર મામલો દેશ-વિદેશમાં ખુબ ચર્ચાસ્પદ બન્યો છે.તેવામાં અનુજ ચૌહાણ દ્વારા ચાર સંતો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે.ત્યારે ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓ આ સમગ્ર મામલો થાળે પાળવા માટે પ્રયાસ કરી રહ્યાં છે.તેમજ હરિધામ-સોખડાના વડીલ સંતો અનુજ ચૌહાણને શોધવા પણ કેટલાક હરિભક્તોને કામે લગાવી દિધા છે.જોકે અનુજ છેલ્લા ત્રણેક દિવસથી પોતાના ઘરે નથી અજાણ્યા સ્થળે છે.

હરિપ્રસાદ સ્વામીએ પ્રબોધ સ્વામીને તિલક કરી જરૂર કરતાં વધારે બોલતા હોવાનું જણાવ્યું હતું
હરિપ્રસાદ સ્વામીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં હરિપ્રસાદ સ્વામી પ્રેમસ્વરૂપ સ્વામી સહિત અન્ય સંતોની હાજરીમાં પ્રબોધ સ્વામીને તિલક લગાવતાં કહે છે કે,દાસના દાસ થવાનું છે પ્રબોધ,તું જરૂરિયાત કરતા વધારે બોલું છું. ધીરા પડવાની જરૂર છે. ત્યાર બાદ હાજર સંતોએ હરિપ્રસાદ સ્વામીને પોતાની કૃપા તેમના પર રાખવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...