વડોદરા લવ-જેહાદ મામલો:મોહિબ સહિત 3 આરોપીને જેલ હવાલે કર્યા, આરોપીઓનું એક જ રટણ, ‘આ કોઈ ષડયંત્ર ન હતું’

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબી બાજુથી મોહિબ પઠાણ ,મોહસિન પઠાણ(જેઠ), ઇમ્તીયાઝ પઠાણ(પિતા) - Divya Bhaskar
ડાબી બાજુથી મોહિબ પઠાણ ,મોહસિન પઠાણ(જેઠ), ઇમ્તીયાઝ પઠાણ(પિતા)
  • પાટીદાર યુવતીનું ધર્મપરિવર્તન કરાવી નિકાહ કર્યા હતા
  • પીડિતાનું 164 મુજબ નિવેદન લેવાશે

વડોદરાના સંતોકનગરમાં રહેતા મોહિબ પઠાણે પાટીદાર યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેનું જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવા અને અત્યાચાર ગુજારવાના બનાવમાં ઝડપાયેલા ત્રણેયના આરોપીના રિમાન્ડ પુરા થતાં તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આરોપીઓએ આ કોઇ ષડયંત્ર ન હોવાનું રટણ કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આજે પિડીતાનું 164 મુજબ નિવેદન લેવામાં આવશે.

આરોપી નાની નાની બાબતોમાં ઝઘડતો હતો
નવાયાર્ડ નજીક સંતોકનગરના મોહિબ પઠાણે પાટીદાર યુવતીને મસમોટા સપના બતાવી પ્રેમજાળમાં ફસાવી હતી. તેટલું જ નહીં તેણે લગ્ન બાદ હિન્દૂ ધર્મ પાળવાની ખાતરી આપ્યા બાદ રજીસ્ટર્ડ લગ્ન પછી તેની સાથે નિકાહ કર્યો હતો અને નમાઝ પઢવા માટે દબાણ કરવામાં આવતું હતું. તેમજ નાની બાબતોમાં તેની સાથે ઝઘડો કરી મારઝૂડ કરતો હતો. તદુપરાંત તેનો જેઠ મોહસીન તેની છેડતી કરી નજર બગાડતો હતો. યુવતીએ પોલીસમાં પતિ મોહિબ, તેના ભાઈ મોહસીન અને પિતા ઈમ્તિયાઝ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી. શનિવારે પોલીસે આ કેસમાં ધાર્મિક લાગણી દુભાવવાની કલમનો ઉમેરો કર્યો હતો.

ગોત્રી લવ જેહાદ કેસમાં આરોપીનાં માતા-પિતાનો હજી સુધી કોઇ પત્તો મળતો નથી
શહેરના ચકચારી લવ જેહાદ કેસમાં પીડિતાનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરવાના કેસમાં ફરાર આરોપીનાં માતા-પિતા સહિત 3ના હજુ કોઇ સગડ મળતા નથી. પોલીસ ફરિયાદમાં પીડિતાએ બળજબરીથી તેનું નામ બદલીને ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરાયો હોવાનો આરોપ લગાવ્યો હતો.​​​​​​​ બીજી તરફ સમીરને મદદગારી કરનારા તેના પિતા અબ્દુલ કુરેશી, માતા ફરીદા, નણંદ રુકસાર, મિત્ર અલ્તાફ ચૌહાણ અને નૌશાદ શેખ સહિતના શખ્સોનો કોઇ જ પત્તો મળતો નથી. તમામ હાલ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે તેમના આશ્રયસ્થાનોની માહિતી મેળવવાનું શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...