• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • "The State Government Will Not Remove Anyone By Telling Anyone, Asit Vora Works Honestly, The Guilty Will Be Severely Punished." Said Education Minister

પેપર લીક મુદ્દે શિક્ષણમંત્રીનું નિવેદન:'રાજ્ય સરકાર કોઇના કહેવાથી કોઇને દૂર કરશે નહીં, અસિત વોરા પ્રમાણિક રીતે કામ કરે છે, દોષિતોને કડક સજા થશે'

વડોદરાએક મહિનો પહેલા
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી
  • કોંગ્રેસના સમયમાં કેવી રીતે પરીક્ષાઓ લેવાતી હતી, તે લોકોને ખબર છેઃ જીતુ વાઘાણી

વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં આયોજીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધન કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેઓએ પેપર લીક મુદ્દે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોઇના કહેવાથી કોઇને દૂર કરશે નહીં. સરકાર કોઇને છાવરતી નથી.

સરકાર પેપર લીક કેસમાં કોઈને નહીં છોડે
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જાણવ્યું હતું કે, સરકાર પેપર લીકની ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આ પ્રકરણમાં જે પણ સંડોવાયેલા હશે તેમની સામે સરકાર માત્ર પોલીસ ફરિયાદ પુરતી કામગીરી નહીં કરે, પરંતુ દોષિતોને કડકમાં કડક સજા મળે ત્યાં સુધી કાર્યવાહી કરશે. સરકાર પેપર લીક કેસમાં કોઈને નહીં છોડે. રાજ્ય સરકાર કોઈના કહેવાથી કોઈને દૂર નહીં કરે. સરકાર ક્યારેય પણ આવા લોકોને છાવરતાથી નથી અને રાજ્ય સરકાર પારદર્શક રીતે જ પરીક્ષાઓ લે છે. અસિત વોરા પ્રમાણિક રીતે કામ કરે છે. કોંગ્રેસની સરકારમાં પરીક્ષા કેટલી પ્રમાણિકતાથી લેવાતી હતી, તે લોકોને ખબર છે.

શાળાઓમાં નવા રૂમોને લઇને કાર્યવાહી શરૂ કરી
છોટાઉદેપુર જિલ્લાના વાગલવાળા ગામમાં પ્રાથમિક શાળાના રૂમો જર્જરિત અને તૂટેલી હાલતમાં હોવાના કારણે નાના ભૂલકાઓ કડકડતી ઠંડીમાં ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, ત્યારે સાક્ષરતાની મોટી મોટી વાતો કરતી રાજય સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, હું પણ જ્યારે ભણતો હતો, ત્યારે ખુલ્લામાં બેસાડતા હતા. એટલે આ બાબતને અલગથી લેવાની જરૂર નથી અને ઠંડી છે એટલે કેટલીકવાર વિદ્યાર્થીઓને ખુલ્લામાં બેસાડવામાં આવે છે અને શાળાની નવા રૂમો માટે જે માગણીઓ આવી છે. તેની કાર્યવાહી થઈ રહી છે.

આમ આદમી પાર્ટીએ ગૌણ સેવા પસંદગી મંડળને આવેદનપત્ર આપ્યું હતું
રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનો આક્ષેપ આમ આદમી પાર્ટી(AAP)ના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો હતો. આ બાબતે આજે 15 ડિસેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના યુથ વિંગ દ્વારા ગૌણ સેવા મંડળને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાયની માગણી તેમજ જવાબદારો અને કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. બીજી તરફ ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બેઠક શરૂ થઈ હતી. હવે સરકાર બપોર પછી પેપર ફૂટ્યું છે કે કેમ એનો ખુલાસો કરી શકે છે.

પરીક્ષાની આગલી રાત્રે નવ વાગ્યે જ પેપર આવી ગયું હતું
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજના જણાવ્યા અનુસાર ઊંછા ફાર્મ હાઉસમાં સાબરકાંઠાના 16 ઉમેદવારની પાસેથી વ્યક્તિદીઠ 12 લાખ રૂપિયા લઇ રાત્રે નવ વાગ્યે પેપર હાથમાં આપ્યાં હતાં. એ સાથે કેટલાંક સોલ્યુશનનાં પુસ્તકો આપી એમાંથી જવાબ પણ શોધી લેવાયા હતા, પરંતુ 200માંથી અમુક પ્રશ્નોના જવાબ ન મળતાં કેટલાક ભરતી પરીક્ષાના ટ્રેનરોને બોલાવીને તેમના થકી બાકીના પ્રશ્નો સોલ્વ કરાયા હતા.

186 જગ્યા માટે 2.41 લાખ ઉમેદવારો મેદાનમાં
અગાઉ કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવેલી સરકારી ભરતી માટેની પરીક્ષાઓ હવે શરૂ થઈ છે. ત્રણ દિવસ પહેલાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્ક માટેની 186 જગ્યાએ માટે પરીક્ષા યોજાઈ હતી. જેમાં 2,41,400 ઉમેદવારો પરીક્ષા માટે ફોર્મ ભર્યાં હતાં. પરીક્ષા માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યા હતાં. ગુજરાતના તમામ ઉમેદવારો 6 જિલ્લાના 782 કેન્દ્રો પર પરીક્ષા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...