કામગીરી:રાજ્ય સરકારે જીવદયા માટે બજેટમાં રૂપિયા 500 કરોડની જોગવાઇ કરી છે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાવીરના અહિંસાના ઉપદેશનું પાલન કરવા સરકાર પ્રતિબદ્ધ છે-CM
  • રાજ્ય સરકાર ગાય આધારિત કૃષિને પ્રોત્સાહન આપી રહી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક સંઘ-વડોદરા દ્વારા કરુણાસાગર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના 2621મા જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે યોજાયેલ “મહાવીર રંગ લાગ્યો” વિશિષ્ટ ભક્તિ સંધ્યા કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ભગવાન મહાવીરના અહિંસાના ઉપદેશનું પાલન કરવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ હોવાનું ભારપૂર્વક મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું કે રાજ્ય સરકારે જીવદયા માટે ગૌ માતા પોષણ યોજના હેઠળ આ વર્ષના બજેટમાં રૂ. 500 કરોડની માતબર રકમની જોગવાઈ કરી છે.

ખાસ કરીને ગૌમાતાના રક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જીવદયા માટે જૈન સમાજ સતત સદ્દકાર્ય કરતો રહ્યો છે. પશુપાલનમાં ગાયની મહત્તા વધે તે માટે રાજ્ય સરકાર ગાય આધારિત કૃષિને પ્રોત્સાહન આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જમીન સાથે લોકોનું આરોગ્ય ઉત્તમ થાય તે માટે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિનું અભિયાન ઉપાડયું છે.

જમીનમાં વધુ પડતા રાસાયણિક ખાતરોના ઉપયોગના કારણે જમીન સાથે અનાજની ગુણવત્તા પર અસર થઈ છે. આપણે જેવું જમીએ તેવું વિચારીએ છીએ અને જેવું વિચારીએ તેવું કાર્ય કરીએ છીએ. એટલે હવે રસાયણોથી મુક્ત એવું આરોગ્યપ્રદ અનાજ ખાવાનો સમય છે. શહેરોમાં વસતા લોકો પ્રાકૃતિક ખેતીથી પકાવવામાં આવેલા કૃષિ ઉત્પાદન ખરીદતા થાય તો ખેડૂતોને પણ પ્રોત્સાહન મળી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભગવાન મહાવીરના બાળ સ્વરૂપને પારણામાં ઝુલાવી આરતી વંદના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...