તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસ પ્રમોશન:સ્ટેટ બોર્ડ પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીને પરીક્ષાની તક આપે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એટેમ્પ્ટ સર્ટિ. વિશે સ્પષ્ટતા ન થતાં દ્વિધા
  • ધો.12ના વિદ્યાર્થીને વિકલ્પ આપવા બોર્ડ કાઉન્સેલરનો મત

સીબીએસઇની જેમ સ્ટેટ બોર્ડે પણ ધો.12ના વિદ્યાર્થીઓ પરિણામથી સંતુષ્ટ ન હોય તો તક આપવી જોઇએ તેવી માગણી શિક્ષણવિદો, વાલીઓ, વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ધો.10-12માં એટેમ્પ્ટ સર્ટિફિકેટ વિશે પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેથી શાળા સંચાલકો મૂંઝવણ અનુભવી રહ્યા છે.

ગુજરાત બોર્ડે આખરે ધોરણ-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ ફાઈનલ માર્કશીટ આપવાની ફોર્મ્યૂલા જાહેર કરી દીધી છે. જે અનુસાર ધોરણ 12ના સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓની ફાઈનલ માર્કશીટમાં ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12ની પરીક્ષાના માર્ક્સ ગણાશે. બોર્ડના કાઉન્સેલર પરેશ શાહે કહ્યું હતું કે, ધોરણ 10ના માર્ક કેવી રીતે ગણવા તે વિશે કોઇ સ્પષ્ટતા કરાઈ નથી, જેથી અસમંજસ ભરી સ્થિતિ છે. ધોરણ 10-12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ વિષયો જુદા જુદા છે. જૂથ વિષયના ગુણ કેવી રીતે ધો.12માં ગણતરીમાં લેવા તેની સ્પષ્ટતા જરૂરી છે.

જે પ્રકારે સીબીએસઇ દ્વારા ધો. 12ના વિદ્યાર્થીઓને તેમના પરિણામથી સંતોષ ન હોય તેવા કિસ્સામાં પરીક્ષા આપવાની તક અપાઇ છે તે પ્રકારે સ્ટેટ બોર્ડ દ્વારા પણ વિદ્યાર્થીઓને તક આપવી જોઇતી હતી. ધો.10-12 માં એટેમ્પ્ટ સર્ટિફિકેટ આપવાના છે કે કેમ તેની ક્યાંય સ્પષ્ટતા કરાઇ નથી. શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં નોંધ અને શાળા છોડ્યાની તારીખ વિશે પણ સ્પષ્ટતા આવશ્યક છે.

શું છે CBSEની ધો.12 માટે ફોર્મ્યુલા?
ધો.10 ના 5 વિષયમાંથી 3 વિષયના સૌથી સારા માર્ક્સની ગણતરી કરવામાં આવશે. એ જ રીતે 11મા ધોરણના 5 વિષયોની સરેરાશ ગણવામાં આવશે અને 12મા ધોરણની પ્રી-બોર્ડ એક્ઝામ અથવા પ્રેક્ટિકલ એક્ઝામના નંબરની ગણતરી કરવામાં આવશે. 10મા અને 11મા ધોરણમાં માર્ક્સ 30 ટકા અને 12મા ધોરણમાં માર્ક્સના 40 ટકાના આધારે પરિણામ નક્કી કરાશે.

અન્ય સમાચારો પણ છે...