તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:ખાસ સમિતિમાંથી કોંગ્રેસનો એકડો કાઢી નાખવાનો તખ્તો

વડોદરા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 9 કોર્પોરેટરને અઢી વર્ષ માટે અધ્યક્ષપદુ મળશે

પાલિકામાં પ્રથમ વખત કોંગ્રેસને વિપક્ષનો દરજ્જો ટાળ્યા બાદ મંગળવારે મળનારી સભામાં 9 સમિતિમાં પણ કોંગ્રેસનો એકડો કાઢી નાખવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. જોકે છેલ્લી ઘડીએ નિર્ણય બદલાય તો જ કોંગ્રેસના 7 પૈકીના કોર્પોરેટરોને આ સમિતિઓમાં સ્થાન મળશે, જેની શક્યતા નહીંવત્ છે.

પાલિકાની સામાન્ય સભા 20મી ને મંગળવારે બોલાવાશે, જેમાં આરોગ્ય, ડ્રેનેજ, સાંસ્કૃતિક, વિદ્યુત, પીડબ્લ્યુડી, ટીપી, પાણી પુરવઠા સહિતની 9 સમિતિના સભ્યોની નિમણૂક કરાશે. જેમાં પ્રથમ નામ હશે તે અધ્યક્ષ અને બીજું નામ હશે તેને ઉપાધ્યક્ષ બનાવાશે. ભાજપ પાસે 53 કોર્પોરેટર એવા છે કે જેમને હાલ સ્થાન મળ્યું નથી ત્યારે તેમાંથી 9ની અધ્યક્ષ અને 9ની ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરાશે. આ સમિતિઓનો સમય અઢી વર્ષનો હોવાથી અધ્યક્ષ બનવા નવી અને જૂની બંને લોબી દોડધામ કરી રહી છે. સામાન્ય રીતે આ પેટા સમિતિમાં કોંગ્રેસના કોર્પોરેટરોને સ્થાન અપાતું હોય છે, પણ જેમ વિપક્ષના નેતાનો દરજ્જો આપવાની પરંપરા તૂટી છે ત્યારે સમિતિમાં પણ કોંગ્રેસનો એકડો કાઢી નાખવાનું નક્કી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો