તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:પાલિકામાંથી વિપક્ષના નેતાનો એકડો કાઢી નાખવા તખ્તો તૈયાર

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બજેટ સત્રમાં બહુમતીના જોરે દરખાસ્ત પસાર કરશે

પાલિકામાં 76 બેઠકમાંથી કોંગ્રેસને માત્ર સાત બેઠક મળી છે ત્યારે વિપક્ષ તરીકે કોંગ્રેસને કોઇ પણ જાતની સુવિધા ન મળે તે માટેનો તખ્તો શાસક પાંખે ગોઠવ્યો છે અને તેની દરખાસ્ત અને બજેટ સત્રમાં જ બહુમતીના જોરે મંજૂર કરવાનું પણ આયોજન કર્યુ છે.

ભાજપની દરખાસ્તમાં જણાવાયું હતું કે સેકન્ડ લાર્જેસ્ટ પક્ષ કે જેના વિજેતા ઉમેદવારોની સંખ્યા કુલ બેઠકોની સંખ્યા ના 10 ટકાથી વધુ અને હાલની સંખ્યાના અનુપાતમાં ઓછામાં ઓછી આઠ બેઠક હોય તે પક્ષ અને વિપક્ષ તરીકે માન્યતા અપાશે અને તે પક્ષના નેતાને વિપક્ષના નેતા તરીકે ઘણી સુવિધા સવલતો અપાશેે. કોંગ્રેસ પાસે હાલમાં સાત બેઠકો છે અને ભૂતકાળમાં પણ આવી સાત બેઠક હતી ત્યારે પણ વિરોધ પક્ષના નેતા નો દરજ્જો અપાયો હતો.

દરખાસ્ત મામલે પણ કોંગ્રેસે જણાવ્યું હતું કે બીપીએમસી એકટમાં આવી કોઈ જોગવાઈ નથી અને પાલિકા નું અસ્તિત્વ આવ્યું છે ત્યારથી વિરોધ પક્ષના નેતાનો હોદ્દો ફાળવાયો છે અને ભાજપને માત્ર 2 બેઠક હતી ત્યારે પણ વિપક્ષના નેતા નો હોદ્દો કોંગ્રેસના શાસન કર્તાઓએ ભાજપ ને આપેલો છે. તેથી આ પ્રણાલીને ભંગ કરી કાયદામાં 10% ની જોગવાઈ નથી ત્યારે વિપક્ષ નેતાનો હોદ્દો ચાલુ રાખવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો