તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એસ.ટી. વિભાગ દ્વારા વડોદરા ડિવિઝનમાં દિવાળીના તહેવારો નિમિત્તે શિડ્યુલ બસ સેવા ઉપરાંત વધુ 240 બસ રાઉન્ડ ધ ક્લોક ચલાવવામાં આવી રહી છે. એસટી વિભાગ દ્વારા જણાવ્યા મુજબ એક બસમાં સરેરાશ 50 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા છે.
આગામી લાભપાંચમ સુધી કાર્યરત રહેનાર એક્સ્ટ્રા ટ્રીપ દ્વારા અંદાજે 12 હજાર જેટલા વધુ મુસાફરો એસટી બસનો લાભ લઇ રહ્યાં છે. કોરોના મહામારી દરમિયાન ટ્રાન્સપોર્ટેશનની એકમાત્ર સુવિધા તરીકે બસ કાર્યરત છે રેલવે દ્વારા સિલેક્ટેડ ટ્રેન રિઝર્વેશન સાથે ચલાવવામાં આવી રહી છે ત્યારે તહેવારમાં સ્વજનોને મળવા જનાર અને નજીકના ડેસ્ટિનેશનની મુસાફરી માટે તે ઉપયોગી થઇ શકતી નથી જ્યારે એસ.ટી ફરી એક વખત લોકોને મહામારી દરમિયાન ઉપયોગી સાબિત થઇ રહી છે.
વડોદરા એસટી ડિવિઝનના ઇન્ચાર્જ એસપી માત્રોજાએ જણાવ્યું હતું કે, વડોદરા ડિવિઝન દ્વારા 300 શિડયુલ બસ કાર્યરત હતી. 240 એકસ્ટ્રા ટ્રીપમાં સોૈથી વધુ પંચમહાલ, દાહોદ તરફના રૂટ પર વધુ ટ્રીપો દોડાવાઇ રહી છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.