તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સોમવારે રાત્રે તબિયત લથડતાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સોમવારે સાંજે 6-30 વાગ્યે ભારતીય જનતા પાર્ટીની ઓનલાઇન બેઠકમાં ભાગ લીધો હતો. દરમિયાન રાત્રે તેમને હૃદયને સંબંધિત તકલીફ થતાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાની માહિતી મળી હતી.
અગાઉ ચાલુ સત્રમાં મહેસૂલમંત્રીની તબિયત બગડી હતી
ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે, જેમાં ધારાસભ્યો અને અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. ત્યારે હવે મહેસૂલમંત્રી કૌશિક પટેલની વિધાનસભાગૃહમાં તબિયત બગડતાં તેમને તાત્કાલિક નિવાસસ્થાન ખાતે ગયા હતા. અત્યારસુધીમા એક મંત્રી સહિત કુલ 180માંથી 12 ધારાસભ્યો માત્ર 30 દિવસમાં જ પોઝિટિવ આવ્યા છે. આજે સા.ન્યાય અધિકારિતા મંત્રી ક્વોરન્ટીન પૂરો કરીને ગૃહમાં આવ્યા છે.
અગાઉ 6 ધારાસભ્ય કોરોનાગ્રસ્ત થયા
તાજેતરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં નાયબ સચિવ કોરોના પોઝિટિવ આવતાં તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે. અગાઉ 6 ધારાસભ્ય કોરોનાગ્રસ્ત થયા હતા, જેમાં વિજય પટેલ, ભીખા બારૈયા, પુંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકીનો સમાવેશ થાય છે. હાલ ચાલી રહેલા બજેટસત્રમાં સૌથી પહેલા ઈશ્વર પટેલ અને બાબુ જમના પટેલ સંક્રમિત થયા બાદ સારવાર લઈને કોરોના નેગેટિવ આવી ચૂક્યા છે, જ્યારે શૈલેશ મહેતા અને મોહન ડોડિયા સારવાર હેઠળ છે. એક જ દિવસે ભાજપના ધારાસભ્યો વિજય પટેલ, ભીખા બારૈયા તથા કોંગ્રેસના ધારાસભ્યો પુંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકી કોરોના પોઝિટિવ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ચાલુ સત્રમાં સંક્રમિત થયેલા સભ્યો
1. ઈશ્વરસિહ પટેલ, (મંત્રી)
2. બાબુભાઈ પટેલ
3. શૈલેશ મહેતા
4. મોહનસિંહ ઢોડિયા
પોઝિટિવ આવેલા ધારાસભ્યો
5. પુંજાભાઈ વંશ
6. નૌશાદ સોલંકી
7. ભીખાભાઈ બારૈયા
8. વિજય પટેલ
9. ભરતજી ઠાકોર
મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ
આ ધારાસભ્યોએ કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાથી મિત્રોને પણ કોરોના ટેસ્ટ કરાવવા માટે જણાવાયું છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ તમામ સાથી ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરાવવા સૂચન કર્યું છે. ગૃહમાં કોરોનાને લઈ મુલાકાતીઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. વિધાનસભાગૃહમાં કોરોના વધી રહ્યો છે, જેને લઈ આરોગ્ય તપાસણી સઘન કરવામાં આવી રહી છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.