તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર:‘ કોરોનાના ચેપ બાદ તેની સામેની લડાઇ વ્યક્તિ જેટલી વહેલી શરૂ કરે તેટલી જ ઓછી રિબાશે’

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
અરવિંદ પટણી - Divya Bhaskar
અરવિંદ પટણી
 • ગોત્રી હોસ્પિટલમાં 6 બાય 3નો ખાટલો જ મારી આખી દુનિયા હતી

નાગરવાડાના આમલી ફળિયામાં રહેતા 52 વર્ષીય અરવિંદભાઇ પટ્ટણી રેશનની દુકાન પર પોતાના ભાઇની મદદ માટે બેસતા હતા. કોરોના મહામારીમાં તેમના ભાઇ, પત્ની અને પુત્ર સહિત તેમને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. 15 દિવસ વેન્ટિલેટર પર રહી તેઓ 2જી મેના રોજ પરત આવ્યાં હતા. આ દિવસોમાં સારવાર દરમિયાન તેમની શી હાલત રહી તેની વાત તેમના જ શબ્દોમાં અહીં પ્રસ્તુત છે…

અરવિંદ પટણીઃ  કોરોના સામેની મારી લડાઇ સામાન્ય લોકો કરતા જુદી છે. હું દિવ્યાંગ છું. મને પણ ઘરે નબળાઇ જેવું લાગતું હતું. પછી વિચાર આવ્યો કે કોરોનાનો ટેસ્ટ કરાવી લઉં. 10મી એપ્રિલે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મારી દવાઓ, સારવાર ચાલુ થઇ. ડોક્ટરોએ કહ્યું હતું કે, મારા હૃદયના ધબકારા ધીમે ધીમે ઓછા થતાં વેન્ટિલેટર પર મૂકવો પડ્યો હતો. આટલા દિવસ છ બાય 3નો ખાટલો જ દુનિયા હતી. આખો દિવસ આ દુનિયામાં માત્ર પડ્યા રહેવાનું હતું. વેન્ટિલેટર પર 16-16 દિવસ સુધી રહ્યો. સારવાર દરમિયાન અપાતા હાઇડોઝના ઇન્જેક્શનો વેઠાતા ન હતા. 

ઇશ્વરની કૃપા અને તબીબોની મહેનત કે હું બચી ગયો છું
આ હાલતમાં જો સૌથી સારી બાબત હતી તો તે મારી દીકરી સાથેની વાત. તે પરણ્યા બાદ અમદાવાદ સાસરે રહે છે. ડોક્ટરો મને વીડિયો કોલથી ઊર્વશી સાથે વાત કરાવી આપતા હતા. તે હંમેશાં કહેતી કે તમારે મન મક્કમ રાખવાનું છે. જોકે કુદરતની આગળ આપણે સૌ લાચાર છીએ આપણે બધી તાકાત લગાવીને લડવાનું છે. હું પણ નિયમિતપણે ભગવાનને યાદ કરતો રહેતો હતો. એ્પ્રિલના છેલ્લા અઠવાડિયામાં મને કહ્યું કે તમારી તબિયત સારી થતી જાય છે. છેવટે મને 22માં દિવસે ઘરે 2જી મેના દિવસે જવાની રજા આપવામાં આવી હતી. મારા પત્ની (સુમિત્રાબેન પટ્ણી) વહેલા ચેતી ગયા હતા. તેથી તેમને ઓછું સહન કરવાનું આવ્યું હતું. મહત્વની વાત એ છે કે, ‘ આ બીમારીના લક્ષણો જેવા જોવાય, સમય બગાડ્યા વિના સીધા જ દવાખાને પહોંચી જજો. જે વહેલા ચેતી ગયા તે બચી ગયા, નહીં તો ખૂબ રિબાવાનો વારો આવશે. ઇશ્વરની કૃપા અને તબીબોની મહેનત કે હું બચી ગયો છું.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો