તપાસ:ભાયલીમાં પૂર્વ કોર્પોરેટરના પુત્ર ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવક મિત્રો સાથે ખાનગી ક્લબમાં જતો હતો ત્યારનો બનાવ
  • ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડાયો, ટૂ વ્હીલર આગળ કાર ઊભી કરી જોરથી અેક્સિલેટર દબાવી ડરાવવાની કોશિશ કરી હતી, કારચાલકની અટક

શહેરના વોર્ડ 10ના પૂર્વ કોર્પોરેટરના પુત્રને ભાયલી ગામ પાસે કાર ચાલકે ઝઘડો કરીને પીઠમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ ઘટના બાદ યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. વડોદરા તાલુકા પોલીસે ફરિયાદ દાખલ કરીને આરોપીની અટકાયત કરી હતી.

શહેરના રાણેશ્વર મંદિર નજીક આવેલી સંત વિહાર સોસાયટીમાં રહેતા અને વોર્ડ 10ના પૂર્વ કોર્પોરેટર નિત્તલ ગાંધીનો પુત્ર 19 વર્ષિય વિશ્વ કેમિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે. વિશ્વ 8 જૂનના રોજ સાંજે 4 વાગે પોતાના મિત્રો ધ્રુવિલ શૈલેશભાઈ ગોહિલ, રમિત દેવાશિષ માહાયાત્રા, આર્યન હરીશભાઈ મોટાવર અને મિલન મહેશભાઈ પટેલ સાથે ભાયલી ખાતેની ખાનગી ક્લબ તરફ જતા હતા.

દરમિયાન વિશ્વ ગાંધી ટુ-વ્હીલર પર ભાયલી પેટ્રોલપંપ સર્કલ પાસેથી પસાર થતો હતો. દરમિયાન સફેદ કલરની સ્વિફટ ડિઝાસ્ટર કારના ચાલો ભાયલી તરફથી વાસણા આગળ ચાલતા વિશ્વના મિત્રના ટુ વ્હીલર પાસે કાર ઊભી રાખી દઈ જોર જોરથી એક્સિલેટર દબાવીને ડરાવવાની કોશીશ કરી હતી. ફરિયાદીએ કારચાલકને શું થયું તેમ પૂછતાં તેણે હાથમાં ચપ્પુ લઈને ફરિયાદીને મારવા ધસી ગયો હતો.

દરમિયાન ફરિયાદીના મિત્રોએ મળીને તેના હાથમાંથી ચપ્પુ ખૂંચવી લીધું હતું. કારના ચાલકે ફરિયાદીને ગાલ પર ઝાપટ મારી દીધી હતી અને કોઈ અણીદાર સાધનથી યુવકની પીઠમાં મારી દીધું હતું. જેને પગલે દોડી આવેલા લોકોએ યુવકને છોડાવ્યો હતો.

યુવકે કારનો નંબર જોઈ લીધો હતો. જ્યારે આ કારનો ચાલક સાજીદ શેખ હોવાનું બહાર આવ્યું હતું. યુવકને કારેલીબાગની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે સાજીદ શેખની અટકાયત કરી છે.

અન્ય સમાચારો પણ છે...