વરણામા એલસીબીએ પકડેલા બુટલેગરને લોકઅપમાં ખેંચ આવતા પ્રથમ ખાનગી અને બાદમાં SSGમાં સારવાર માટે લઇ જવાયો હતો. જેને લઇ પરીવારે હોબાળો મચાવ્યો હતો. ખાનગી હોસ્પિટલની બહાર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતારતનપુર રહેતા જયસ્વાલ બંધુઓ લાલો અને પપ્પુ લિસ્ટેડ બુટલેગર છે. અગાઉ પોલીસ ઉપર અનેક વાર હુમલો કરી ચૂકેલા જયસ્વાલ બંધુઓ પોલીસ અધિકારીઓ અને કર્મીઓને ફસાવી સસ્પેન્ડ પણ કરાવી ચૂક્યા છે.
પપ્પુ અને લાલો પૈકી હિતેશ ઉર્ફે પપ્પુ વોન્ટેડ હોવાથી જિલ્લા એલસીબીએ એને ઝડપી વરણામા પોલીસ મથકને સોંપ્યો હતો. રાત્રે લોકઅપમાં તેણે બેભાન થવાનું નાટક કર્યું હતું. પરીવારે ખાનગી હોસ્પિટલ જવાની જીદ કરી હતી ત્યાં તબીબોને તબિયત સામાન્ય લાગતા SSG લઈ જવા રીફર કરતા પપ્પુના પુત્રએ એમ્બ્યુલન્સની સામે સૂઈ જઈ ધમાલ કરી હતી. સમજાવીને SSG લઈ જવાતાં હાલત સામાન્ય હોવાનું તબીબોએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.