આપઘાત:માતાએ ક્યાં ગયો હતો તેમ પૂછતાં લાગી આવતાં દીકરાનો આપઘાત

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજવા રોડના યુવકે ગોત્રીમાં બહુમાળી ઇમારત પરથી ઝંપલાવ્યું
  • યુવક નોકરી પરથી ઘરે આવ્યા બાદ ફરવા માટે જતો રહ્યો હતો

આજવા રોડ પર રહેતા 22 વર્ષીય યુવકને માતાએ નોકરીથી આવી ફરવા જવા બાબતે ઠપકો આપતાં યુવક ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ બહુમાળી ઈમારત પરથી ઝંપલાવી તેણે આત્મહત્યા કરી હતી. આજવા રોડ ખાતે આવેલા રામદેવ નગરમાં રહેતો સંજય સોલંકી (ઉ.વ-22) ફેક્ટરીમાં કામ કરતો હતો. સોમવારે સાંજે નોકરી પરથી આવીને તે ફરવા જતો રહ્યો હતો અને પછી ઘરે આવ્યો હતા.

જેથી તેની માતાએ તું ક્યાં ગયો હતો, કેમ આટલી વાર લાગી? તેમ પુછતા લાગી આવતાં તે ઘરેથી નીકળી ગયો હતો. જમવાના સમયે પણ ઘરે ન આવતાં માતાએ ફોન કર્યો હતો પરંતુ તે ફોન ન હતો એટલે તેની માતા આજુબાજુના વિસ્તારમાં શોધવા નીકળી હતી. બીજી તરફ મોડી રાત્રે ગોત્રીના ગંગોત્રી આઈકોન પાસેથી સંજયની લાશ મળી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, માતાના કહેવાથી માઠું લાગી આવ્યું હતું અને બહુમાળી ઈમારતથી ઝંપલાવીને તેણે આત્મહત્યા કરી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...