તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંશોધન:વડોદરાની સંશોધક દ્વારા છોડની ઇમ્યુન સિસ્ટમમાં વધારો કરવા માટે દ્રાવણનું સંશોધન કરવામાં આવ્યું

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઝબિન સોરંગવાલા દ્વારા સંશોધિત સંજીવની દ્રાવણ દ્વારા સૂકાયેલા વૃક્ષોને નવજીવન આપવાનું આસાન બન્યું

પર્યાવરણનું રક્ષણ અને શુદ્ધિકરણ કરવા માટે લોકો જાગૃત થયા છે અને વિવિધ જગ્યાએ પ્લાન્ટેશન કરી રહ્યા છે. પ્લાન્ટેશન બાદ તેની કાળજી રાખવા લોકો પાસે સમય હોતો નથી. ત્યારે શહેરના સંશોધક અને લેન્ડસ્કેપ મેન્ટેનન્સના જાણકાર ઝબિન સોરંગવાલા દ્વારા સંજીવની નામના દ્વાવણનું સંશોધન કરાયું છે જે છોડની ઇમ્યુન સિસ્ટમમાં વધારો કરે છે, સુકાયેલા વૃક્ષોને નવજીવન આપે છે.

સંજીવની દ્રાવણ ઓર્ગેનિક હોવાથી માટીની ફળદ્રુપતાને પણ કોઇ પ્રકારનું નુકસાન થવાનો ભય રહેતો નથી
ઝબિન સોરંગવાલાએ જણાવ્યું હતું કે, લોકડાઉન પછી મેં જ્યારે મારી સાઇટની મુલાકાત લીધી ત્યારે છોડ સુકાઇ ગયા હતા. ઘણાં ફર્ટિલાઇઝર મેં ટ્રાય કર્યા પરંતુ તેનાથી માટીની ફળદ્રુપતાને નુકસાન પહોંચે તેમ હતું. તેથી છોડની ઇમ્યુનિટી વધારવા મેં જાતે જ ઓર્ગેનિક અને ઇન્સેક્ટ રીપેલેન્ટ દ્વાવણ બનાવવાનુ નક્કી કર્યું.

લિંબડાના પાંદડા અને નિલગીરીના તેલ સાથે બીજા અનેક દ્રવ્યો ઉમેર્યા
આ દ્વાવણમાં સલ્ફર, ફોસ્ફરસ, એમોનિયા, લિંબડાના પાંદડા અને નિલગીરીનુ તેલ સાથે બીજા અનેક દ્રવ્યો ઉમેર્યા છે. જે છોડની રોગપ્રતિકારક શક્તિને સુધારે છે અને જમીનની ફળદ્રુપતા પણ વધારે છે. ઓર્ગેનિક હોવાથી જમીનની ફળદ્રુપતાને નુકસાન કરતું નથી અને તેની અસર 3 મહિનાથી વધુ રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો