તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સામાજિક કાર્યકરે કોરોનામાં પ્રાથમિક સારવારનો અભાવ હોય તેવા વર્ગને મદદ પૂરી પાડવી જોઇએ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
શહેરમાં વધતા જતા કોરોનાના કેસમાં સામાજિક કાર્યકરોએ શું કરવું જોઇએ - Divya Bhaskar
શહેરમાં વધતા જતા કોરોનાના કેસમાં સામાજિક કાર્યકરોએ શું કરવું જોઇએ
 • સોશિયલ વર્ક પ્રેક્ટિસિસ : ક્રાઇસીસ રિસપોન્ડ ટુ કોવિડ 19 પેન્ડેમિક રાષ્ટ્રિય વેબિનારનું આયોજન થયું

કોરોનાની બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ વેગ પકડી રહ્યુ છે ત્યારે એમએસયુની સોશિયલ વર્ક ફેકલ્ટી દ્વારા સોશિયલ વર્ક એજ્યુકેશન એન્ડ પ્રેક્ટિસિસ : ક્રાઇસીસ રિસપોન્ડ ટુ કોવિડ 19 પેન્ડેમિક શિર્ષક અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાના વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વેબિનારમાં સોશિયલ વર્કના વિદ્યાર્થીઓ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા મહામારીના કપરા સમય દરમિયાન પ્રજાજનોને કઇ રીતે મદદ કરીને તેમનામાં રહેલી ગભરાટને દુર કરી શકાય તેની ચર્ચા કરવામાં આવી હતી. વેબિનારમાં ગોત્રી હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રી તેમજ ઇન્ડિયા નેટવર્ક ઓફ પ્રોફેશનલ સોશિયલ વર્કર્સ એસોસિએશનના પ્રોસીડન્ટ પ્રો.ઘાંડી ડોસ ઉપસ્થિત રહ્યા હતા.

 • સમાજના એવા વર્ગ સુધી પ્રાથમિક સારવાર પહોંચાડવી જોઇએ જેમની પાસે મેડિકલ સુવિધાઓનો અભાવ છે.
 • લોકોમાં કોરોનાને લઇને જાગૃતિ આવે અને સતર્કતા આવે તેવા પ્રયાસ પણ કરવા જોઇએ.
 • કોરોના જ્યારે ઝડપથી ફેલાઇ રહ્યો છે ત્યારે સામાજિક કાર્યકરે કોર્પોરેટ સાથે મળીને તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીની પ્રવૃત્તિ સાથે જોડાઇને સંસાધનનો મહત્તમ ઉપયોગ કરવો જોઇએ.
 • આ સાથે કોરોનાને લઇને લોકોમાં ખોટી અફવાઓ ફેલાએલી છે તેથી લોકોમાં સાચી માહિતી આપવી જોઇએ.
 • પાછલા લોકડાઉનમાં અન્ય રાજ્યના મજુરો તેમના ગામ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને ઘણી મુશ્કેલીઓ પડી હતી તેથી આ મજુરોને સ્થળાંતર ન કરવાનું સુચવીને તેમને બનતી મદદ પૂરી પાડવી જોઇએ.

લોકડાઉનમાં ઘરેલુ હિંસામાં વધારો થયો હતો

ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ડિન પ્રો. ભાવના મહેતાએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ સહિત કોરોના વોરિયર્સે લાખો લોકોને મદદ કરી હતી. સામાજિક કાર્યકરો સમાજને મહત્વનો ટેકો આપે છે. લોકડાઉનમાં સમાજમાં ઘરેલુ હિંસાના ઘણા બનાવો બન્યા હતા. આઇસોલેશનના કારણે ઘણા લોકો ડિપ્રેશનનો ભોગ બન્યા હતા જેને સોશિયલ વર્કના વિદ્યાર્થીઓ દ્વારા મદદ પૂરી પાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો