તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:તસ્કરોએ ઘર ફેંદી નાખ્યું, પોટલીમાં મૂકેલા 5 લાખના દાગીના બચી ગયા

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
માંજલપુરની વિનોદ વાટિકા સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોને પોટલીમાં મૂકેલા દાગીના હાથ લાગ્યા નહતા. - Divya Bhaskar
માંજલપુરની વિનોદ વાટિકા સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોને પોટલીમાં મૂકેલા દાગીના હાથ લાગ્યા નહતા.
  • તિજોરીમાં દાગીના સુરક્ષિત મળતાં પરિવારને હાશકારો

માંજલપુરની વિનોદ વાટીકા સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો નાની મોટી વસ્તુઓ ચોરી કરીને નિકળી ગયા હતાં. જોકે મકાન માલિકે દાગીના એક પોટલીમાં બાંધીને તિજોરીમાં મુક્યાં હતા તેના પર તસ્કરોનું ધ્યાન ન જતા દાગીના બચી ગયા હતાં. અન્ય બનાવમાં આજવા રોડ વ્રજધામ સોસાયટીમાં રહેતાં સીતાદેવી સંજયભાઈ પટેલનો પરિવાર અગાસી પર સુતો હતો ત્યારે તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યા બાદ તિજોરીમાંથી દાગીના અને રોકડ મળી રૂા.60500 મતાની ચોરી કરી હતી.

માંજલપુરમાં વિનોદ વાટીકા સોસાયટીમાં આવેલા બંધ ઘરના દરવાજાના નકુચાને તોડીને તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ તિજોરી-કબાટ સહિત તમામ ચીજવસ્તુઓ વેરવિખેર કરી નાંખી હતી. પણ હાથમાં કાંઈ લાગ્યું ન હતું. છોટાઉદેપુર ગયેલો પરિવાર ઘરે ચોરી થઈ હોવાની જાણ થતા ઘરે પરત ફર્યો હતો. ત્યારે તેમને તિજોરીમાં દાગીના ભરેલી થેલી સુરક્ષિત મળી હતી.તસ્કરો થેલીને અડક્યાં પણ ન હતાં. પરિવારે થેલી જોતાં આશરે રૂા. 5 લાખના દાગીના સુરક્ષિત મળતાં પરિવારને હાશકારો થયો હતો. ઘર માલિક લીલાબેને કહ્યું હતું કે, છોટાઉદેપુર મારા માતા-પિતાની ખબર પૂછવા ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...