તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:2 કરોડના ખર્ચે તૈયાર થયેલો સ્કાય વોક હવે બિન ઉપયોગી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કાય વોક પાલિકા માટે ધોળો હાથી પુરવાર થયો
  • સિટી બસ સ્ટેન્ડનું સ્થળાંતર કરાતાં ઉપયોગ થતો નથી

વર્ષ 2008-09માં સ્ટેશન વિસ્તારમાં 2 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો 148 મીટર લાંબો સ્કાય વોક પાલિકા માટે ધોળો હાથી પુરવાર થયો છે. રેલવે સ્ટેશનથી કડક બજાર સુધી 148 મીટર લાંબો સ્કાય વોક હાલમાં બિન ઉપયોગી અને જર્જરિત થઈ ગયો છે ત્યારે તેને ઉતારી લેવા તેમજ સ્ટેશનથી જનમહલ સુધી સબ વે બનાવવાની માગણી કરવામાં આવી છે. શહેરમાં સિટી બસ સેવા શરૂ કરાઈ ત્યારે સ્ટેશનથી સિટી બસ સ્ટેન્ડ સુધી જવા મુસાફરોને સુવિધા મળી રહે તે માટે વર્ષ 2008-09માં રૂા. 2 કરોડના ખર્ચે 148 મીટર લાંબો સ્કાય વોક તૈયાર કર્યો હતો.

મુસાફરો તેનો શરૂઆતમાં ઉપયોગ પણ કરતા હતા, પરંતુ હવે સિટી બસ ડેપો નવા તૈયાર થયેલા જનમહલ ખાતે સ્થળાંતર કરાયું છે. જેથી સ્કાય વોકનો ઉપયોગ થતો નથી. એટલું જ નહીં, સિટી બસ સ્ટેશનવાળા ભાગમાં એલીવેટર મૂકવાનું આયોજન આજે પણ કાગળ પર જ રહ્યું છે. આ સ્થિતિમાં જે રીતે ભારે વરસાદમાં ગેન્ટ્રી ગેટ તૂટી પડ્યો હતો તે રીતે જર્જરિત થયેલો સ્કાય વોક તૂટી પડે તેવી શક્યતાઓ રહેલી છે .

આ અંગે પાલિકાના કોંગ્રેસનાં નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, સ્કાય વોક અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયો છે અને હવે તે બિન ઉપયોગી થઈ ગયો છે ત્યારે તે હટાવી દેવો જોઈએ અને જનમહલ ખાતે રેલવે સ્ટેશન સુધીનો અંડરપાસ બનાવવાનું આયોજન હતું તે પૂરું કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...