તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:છાણી ફૂડ કોર્ટમાં દુકાન ભાડું રાત્રી બજારથી અડધું રખાશે

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આગામી સામાન્ય સભામાં ભાડા અંગેના નિર્ણય લેવાશે
 • દુકાનોનું માપ સરખું ન હોવાથી ભાડા અંગે વિટંબણા ઊભી થઇ હતી

છાણીના પ્રવેશદ્વાર પાસે બનેલા ફૂડ કોર્ટની 10 દુકાનો માટે છાણીમાં ચાલતા ભાડા મુજબ મિનિમમ અપસેટ વેલ્યુ રાખવાની ભલામણ કરાઈ છે. આ બાબત નીતિ વિષયક હોવાથી તેના માટે સામાન્ય સભામાં નિર્ણય લેવાય તેવી શકયતા છે. શહેરમાં સૌપ્રથમ રાત્રી બજાર કારેલીબાગ વુડા સર્કલ ખાતે બનાવાયા બાદ બીજું રાત્રી બજાર આજવા રોડ ખાતે બનાવાયું છે. આ સંજોગોમાં પાલિકા દ્વારા છાણીના પ્રવેશદ્વાર પાસે જીમખાનાની જગ્યામાં બનાવાયેલા ફૂડ કોર્ટની 10 દુકાનો વાર્ષિક વાપર ઉપયોગથી માટે મિનિમમ ડિપોઝિટની રકમ અને ફાળવણીની મુદત નક્કી કરવાની કાર્યવાહી હાથ પર લીધી છે.

આ 10 દુકાનોનું માપ એકસરખું નથી ત્યારે તેનું ભાડું કેવી રીતે લેવું તે વિટંબણા ઊભી થઈ હતી. કારેલીબાગ રાત્રી બજારની દુકાનોનું ઓછામાં ઓછું માપ 14.60 ચો.મીટર છે અને તેની મિનિમમ અપસેટ વેલ્યુ 3 લાખ રૂપિયા મુજબ 1 ચોરસ મીટરના રૂા. 18,750 ભાડું થાય છે, જ્યારે આજવા રોડ પરની દુકાનો 14.25 ચો. મીટરના સવા બે લાખના ભાડામાં મુજબ તેનું એક ચો.મીટરનું ભાડું રૂા. 15,789 થાય છે.

છાણી ની એન્ટ્રીમાં આવેલી દુકાનોનું માસિક ભાડું અંદાજીત 10,000 ચાલી રહ્યું છે તો એક ચોરસ મીટરનું 8220 રૂપિયા ભાડું થાય છે. શહેરના સૌપ્રથમ ફૂડકોર્ટની દસ દુકાનો માટે કયો વિકલ્પ પસંદ કરવો તે માટે નીતિ નક્કી કરવી પડે તેમ હતું. ફૂડ કોર્ટની દુકાન માટે પ્રતિ ચો.મીટરના રૂ.8220 મુજબ ભાડું મિનિમમ અપસેટ વેલ્યુ રાખી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો