તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વૃદ્ધો-બાળકો અને મહિલાઓના પ્રશ્નો ઉકેલવા ‘શી’ ટીમની રચના કરાઈ છે. શી ટીમ કોઈ પણ ફરિયાદ હોય તો 10 મિનિટના રિસ્પોન્સ સમયમાં પહોંચીને વૃદ્ધો કે મહિલાઓની સમસ્યાનો તુરંત નિકાલ કરે છે. શી ટીમની રચના બાદ પોલીસ કમિશનર શમશેરસિંહે વૃદ્ધોને મળીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા અને તેમને દવા-શાકભાજી લાવવી હોય તો પણ પોલીસ તેમને મદદ કરશે તેમ જણાવીને તેમનું રજિસ્ટ્રેશન સિનિયર સિટીઝન પોર્ટલ પર કર્યું હતું.
કિસ્સો- 1 એકલા રહેતા વૃદ્ધ માટે 2 ટાઇમ ભોજનની વ્યવસ્થા ગોઠવી
વારસિયામાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધને ટાઈમસર જમવાનું પણ મળતું ન હોવાની વાત જાણતાં શી ટીમ 2 દિવસ પહેલાં વૃદ્ધના ઘરે પહોંચી હતી. વૃદ્ધની સાથે શી ટીમે વાતચીત કરતાં તેઓ પોતાની રીતે જીવન વ્યતિત કરવા માગતા હોવા ઉપરાંત તેમને વૃદ્ધાશ્રમ કે અન્ય સ્થળે જવું ન હતું. જેથી શી ટીમ દ્વારા નજીકની સેવાભાવી સંસ્થા સાથે સંપર્ક સાધી તેમને 2 ટાઈમ ભોજન મળી રહે તે માટે સુવિધા કરી આપી હતી.
કિસ્સો- 2 મહિલા દુકાનદારને હેરાન કરતા વેપારીને કડક ચેતવણી આપી
માંજલપુરમાં એક મહિલા દુકાનદાર સાથે અન્ય દુકાનના માલિક દુર્વ્યવહાર તેમજ હેરાનગતિ કરતા હોવાની ફરિયાદ 28 જાન્યુઆરીના રોજ શી ટીમ પાસે આવી હતી. ફરિયાદના આધારે માંજલપુર શી ટીમની ટુકડી તાત્કાલિક મહિલાને મળવા માટે તેની દુકાને પહોંચી ગઈ હતી. જ્યાં મહિલા સાથે વાતચીત કરીને જે દુકાનદાર તેમને હેરાન કરતા હતા તેમને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી.
કિસ્સો- 3 2 દિવસથી ભૂલાં પડેલાં વૃદ્ધાને 2 કલાકમાં પરિવાર પાસે પહોંચાડ્યાં
ફતેગંજ શી ટીમને 22 જાન્યુઆરીના રોજ માહિતી મળી હતી કે, શહેરના નવાયાર્ડ વિસ્તારમાં એક વૃદ્ધા ભૂલાં પડ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા તે વૃદ્ધાને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં લાવીને પૂછપરછ કરતાં તેમને પોતાની અટક સિવાય કાંઈ પણ યાદ ન હતું. શી ટીમે માત્ર 2 કલાકમાં જ વૃદ્ધાના પરિવારને શોધી કાઢી તેમના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.