તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેટ:હવે ગટરની સફાઈ રોબોટિક ક્લીનિંગ મશીન દ્વારા કરાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા વડોદરા પાલિકાને ડ્રેનેજ સફાઈ કામગીરી વધુ સરળ ઝડપી અને સુરક્ષિત થાય તેવા આશયથી અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ સૌર ઊર્જા સંચાલિત રોબોટિક ક્લીનીંગ મશીન તથા તેના માટે ઈલેક્ટ્રીક ગાડી ઉપલબ્ધ કરાવી છે.

આ મશીન સ્વચ્છ ભારત મિશન હેઠળ કાર્યરત રહેશે અને ડ્રેનેજ અને ગટર ચેમ્બરની સફાઇની કામગીરી જૂની પ્રણાલીકા ના બદલે આધુનિક મશીન વડે ખૂબ જ સરળતાથી અને ઝડપથી થઈ જશે. આ રોબોટિક મશીનને ઝેના 6.0 નામ આપવામાં આવ્યું છે. આ મશીન સૌર ઊર્જા સંચાલિત બેટરી તેમજ કેમેરાથી સજ્જ છે અને તે દરેક વાતાવરણમાં કામગીરી કરવા સક્ષમ છે. ખાસ કરીને વોટર પ્રુફ મશીન છે અને એક વખત ચાર્જ કર્યા બાદ સાત દિવસ સુધી કામ કરી શકશે. સી.એસ.આર હેઠળ જીયુવીએનએલના એમડી શાહમીના હુસેન દ્વારા વડોદરા પાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર શૈલેષ નાયકને આ મશીન સુપરત કરવામાં આવ્યું હતું.

આ મશીન ની વિશેષતા એવી છે કે 15 મીટર ઊંડે ડ્રેનેજ ચેમ્બર માં જઈ સો કિલો સુધીનો કચરો ભેગો કરી તેને ચેમ્બર માં એકઠો કરી તેની સફાઈ કરી શકે છે.આ મશીનમાં અલગ-અલગ પ્રકારના સેન્સર થકી 12 હાનિકારક ગેસ ને ઓળખી શકાશે.આ મશીનમાં લગાડેલા અલ્ટ્રા એચડી કેમેરા થી રાત્રે પણ સફાઈ ની કામગીરી હાથ ધરાશે અને જીપીએસ અને જીએસએમ ટેકનોલોજી હોવાથી મશીનને કોઈપણ જગ્યાએથી ટ્રેક પણ કરી શકાશે.આ મશીનરીનો ઉપયોગ પણ પાલિકાએ શરૂ કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...