તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વિશ્વામિત્રીનું સ્તર ચકાસવા માટેની સેન્સર સિસ્ટમ હજુ કાર્યરત નહીં

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસું આવતાં પાલિકાને વોટર લેવલ સેન્સર પ્રોજેક્ટ યાદ આવ્યો
  • લાખોના ખર્ચે વિશ્વામિત્રીમાં 10 સ્થળે ગત વર્ષે સિસ્ટમ લગાવી હતી

શહેરમાં પૂર આવે તે ટાણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર ચકાસી શકાય તે માટે મૂકવામાં આવેલા વોટર લેવલ સેન્સર સિસ્ટમ નો પ્રોજેક્ટ હવે ચોમાસું માથે છે ત્યારે પાલિકા ને યાદ આવ્યું છે અને હવે ચોમાસા પૂર્વે તેને કાર્યરત કરવાનો દાવો કરવામાં આવ્યો છે.શહેરમાં પૂરની આફત સમયે ઉપયોગી નીવડે તે માટે તંત્રે લાખો રૂપિયાના ખર્ચે વોટર લેવલ સેન્સર સિસ્ટમનો પ્રોજેક્ટ એક વર્ષથી કાર્યરત નહીં થતાં હવે ચોમાસા પૂર્વે યુદ્ધના ધોરણે આ કામગીરી પૂરી કરવા પાલિકાએ કસરત હાથ ધરી છે.

પાલિકા દ્વારા પાણીનું સ્તર માપવા માટે ગત વર્ષે 10 જગ્યાએ વોટર લેવલ સેન્સર ઇન્સ્ટોલ કરી પ્રિપ્લાનિંગ ચકાસણી કરવામાં આવી હતી. વિશ્વામિત્રી નદીની જળ સપાટી માપવા માટે જૂની પદ્ધતિ ની જગ્યાએ નવી સિસ્ટમ અપનાવવા પગલું ભર્યું હતું. જેથી પાલિકાના કંટ્રોલ રૂમ સહિત અધિકારીઓના મોબાઇલ પર પાણીના જળસ્તર ની રજેરજ માહિતી આ સિસ્ટમથી મળી રહશે તેવો દાવો જે તે સમયે કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વામિત્રી નદીમાં જ્યારે પણ પાણી વધે છે ત્યારે પરંપરાગત પદ્ધતિ નોંધણી કરવામાં આવે છે.જેમાં મુખ્યત્વે કાલાઘોડા બ્રિજ સહિત અન્ય સ્થળો પર માપણી રેખાંકિત કરવામાં આવેલી છે. જોકે, લાખો રૂપિયાનો ખર્ચો કર્યા બાદ હવે નવી ટેકનોલોજીની મદદથી અને સેન્સર પદ્ધતિથી પાણીનું સ્તર જાણી શકાશે. આ માટે આજવા સરોવર, કાલાઘોડા બ્રિજ, અકોટા બ્રિજ, આસોજ ફીડર, મુજમહુડા બ્રિજ, નરહરિ બ્રીજ, પ્રતાપ નગર,રાત્રી બજાર બ્રિજ, સમા હરણી બ્રિજ, સહિત 10 સ્થળે સિસ્ટમ મુકવામાં આવી છે. જેથી ઓનલાઇન ડિસ્પ્લે થકી માહિતી મળી રહે અને પુરની આપત્તિ સમયે લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કેવી રીતે કરી શકીએ તેનું ચોક્કસ આયોજન થઇ શકે તે માટે નો પ્રોગ્રેસ હજુ કાર્યરત છે.

અલબત્ત, ચોમાસાની ઋતુને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે છેલ્લા એક વર્ષથી પ્રોગ્રેસ હેઠળ રહેલી આ સિસ્ટમ કાર્યરત નહીં થતાં વહીવટી તંત્રએ દાવો કર્યો હતો કે આગામી એક મહિનામાં આ પ્રોજેકટ કાર્યરત થઈ જશે.

ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતું હોય છે અને ભયજનક સપાટી વટાવી જાય ત્યારે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતું હોય છે.જેના કારણે નાગરિકોને દર વર્ષે ચોમાસામાં કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે.આ સંજોગોમાં પાલિકાએ વસાવેલી નવી સિસ્ટમ વિશ્વામિત્રી નદીના જળસ્તર ની આગોતરી જાણ તંત્રને કરશે અને તેનો ફાયદો સીધો નાગરિકોને થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...