તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:MS યુનિવર્સિટીના 12 HOD, 2 ફેકલ્ટીના ડીનની વરણીને બહાલી અપાશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
MS યુનિવર્સિટીની ફાઈલ તસવીર - Divya Bhaskar
MS યુનિવર્સિટીની ફાઈલ તસવીર
 • ફેબ્રુઆરીમાં ચૂંટણી પૂર્વે આજે MSU સિન્ડિકેટની બેઠક
 • યુનિવર્સિટીમાં બેઠકો વધારવા સહિતના મુદ્દે ચર્ચા કરાશે

મ.સ. યુનિ.ની બુધવારે મળનારી સિન્ડિકેટની બેઠકમાં 2 ફેકલ્ટીના ડીન અને 12 વિભાગના એચઓડીની નિમણૂક કરાશે. યુનિવર્સિટીમાં બેઠકો વધારવા મુદ્દે પણ ચર્ચા કરાશે.

મ.સ. યુનિ.ની સિન્ડિકેટની ચૂંટણી ફેબ્રુઆરી યોજાવાની છે તે અગાઉ સિન્ડિકેટમાં નિમણૂકોને બહાલી આપવાનું કામ લેવાયું છે. બુધવારે સિન્ડિકેટની બેઠકમાં ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસના ડીન અને સોશિયલ ફેકલ્ટીના ડીન ઉપરાંત યુનિ.ના 12 વિભાગના વડાની નિમણૂક કરાશે. જેમાં ટેક્સટાઇલ એન્જિનિયરિંગના હેડ, સાયન્સ ફેકલ્ટીમાં ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ, મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટ, જિયોલોજી ડિપાર્ટમેન્ટ, પરફોર્મિંગ આર્ટ્સમાં ઈન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકલ ડિપાર્ટમેન્ટના હેડ, મેડિસિન ફેકલ્ટીના પ્રિવેન્ટિવ અને સોશિયલ મેડિસિનના હેડની નિમણૂક કરાશે. મેડિસિન ફેકલ્ટીમાં અનેસ્થેસિથોલોજી તથા સર્જરી વિભાગના હેડની નિમણૂક કરાશે. આર્ટ્સ ફેકલ્ટીના પોલિટિકલ સાયન્સના હેડની પસંદગી કરાશે.

આ ઉપરાંત યુનિવર્સિટીના હેલ્થ સેન્ટર માટે મેડિકલ ઓફિસરની પોસ્ટ માટે કરાયેલા સિલેક્શનને મંજૂરી અપાશે. ટેમ્પરરી આસિસ્ટંટ એન્જિનિયર અને એસ્ટેટ મેનેજરની જગ્યાને પણ 1 વર્ષ માટે કોન્ટ્રાક્ટ બેઝ પર કરાશે. કમ્પ્યૂટર પ્રોગ્રામરની 1 પોસ્ટને બહાલી અપાશે. વિવિધ ફેકલ્ટીઓમાં વધારવામાં આવેલી બેઠકોની માહિતી રજૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો