સહાય:સિક્યુરિટી ગાર્ડની માનવતા અજાણ્યા યુવકને વતન મોકલ્યો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી જવાનોએ અજાણ્યા ઇજાગ્રસ્ત યુવકની સારવાર સહિતની મદદ કરી માનવતા પ્રસરાવી છે. મુંબઈના બોઇસરના 37 વર્ષના શશિવદન યાદવ ગોલ્ડન ચોકડી ખાતે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા.

જ્યાં સિક્યુરિટીના જવાનોએ તેઓને સારવાર મળે તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. શશિવદન યાદવ ભાનમાં આવતા તેમનું અને તેમના પરિજનો વિશે માહિતી મેળવી હતી. સિક્યુરિટીના જવાનોએ શશિવદન યાદવને તેના વતન મોકલવાની વ્યવસ્થા પણ કરી આપતા શશિવદન યાદવે તેમનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...