મક્કમ મનોબળ:કોરોનાને મ્હાત આપનાર સિક્યુરિટી ગાર્ડનો સેવાયજ્ઞ પોઝિટિવ દર્દીઓનું કાઉન્સેલિંગ કરીને હિંમત આપે છે

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોઝિટિવ દર્દીઓને હિંમત આપતા ગાર્ડ રાજેશભાઈ ગોડિયા. - Divya Bhaskar
પોઝિટિવ દર્દીઓને હિંમત આપતા ગાર્ડ રાજેશભાઈ ગોડિયા.
  • પાણીગેટ હેલ્થ સેન્ટરના ગાર્ડ 15 દિવસ વેન્ટિલેટર, 1 માસ ઓક્સિજન પર રહ્યા હતા

પાણીગેટ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ કોરોના પોઝિટિવ થતાં ગોત્રી હોસ્પિટલમાં 15 દિવસ વેન્ટિલેટર અને 1 મહિનો ઓક્સિજન પર રહ્યા બાદ રજા મળતાં જ બીજા દિવસથી નોકરી પર હાજર થઈ અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. ટેસ્ટ કરાવી પોઝિટિવ આવેલા દર્દીઓ ગભરાઈ જાય અને હિંમત હારી જાય ત્યારે સિક્યુરિટી ગાર્ડ પોતાના હોસ્પિટલના ફોટા બતાવી હિંમત આપે છે. આ ઉપરાંત તેઓ ઘરે જઈ પોઝિટિવ દર્દીના સ્વજનોને પણ સમજાવે છે કે, રોગ પર વિજય મેળવી શકાય છે અને સરકારી દવાખાનામાં પણ સારી સારવાર મળે છે.

પાણીગેટ બાવચાવાડ ખાતે રહેતા 51 વર્ષીય રાજેશભાઈ ગોડિયા ગત સપ્ટેમ્બરમાં પોઝિટિવ આવતા તેમને ડાયાબિટીસ, બીપી અને કમળો પણ જણાયા હતા. ખાનગી દવાખાનામાં લાખોનું બિલ ચૂકવવા છતાં સારું ન થતાં અર્બન હેલ્થ સેન્ટરના ડો.એકતા શાહ દ્વારા તેમને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેમણે નોકરી દરમિયાન 7 પરિવારોને ઘરે જઈ રોગની સામે લડવાની હિંમત આપી છે.

હોમ ક્વોરન્ટાઇન પત્ની 8 દિ’માં નેગેટિવ આવ્યાં
માર્ચ મહિનામાં રાજેશભાઈના પત્ની ભારતીબેનને પણ પોઝિટિવ આવતા તેમને ઘરે જ સારવાર કરી 8 દિવસમાં નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો. પોઝિટિવ વિચારો અને મક્કમ મનોબળથી રોગ સામે લડવામાં સફળતા મળે છે.

અન્ય સમાચારો પણ છે...