છાણી તળાવમાં ઢોર ઘૂસી જતાં પાલિકાની બેદરકારી છતી થઈ હતી. ત્યારે પાલિકાએ સિક્યુરિટી કંપનીની નિષ્કાળજી હોવાનું માની કંપનીને 1 લખનો દંડ કટકારી નાણાં બિલમાંથી વસૂલ કરવાનું નક્કી કર્યું હતું. હાલમાં વડોદરા મહાનગર પાલિકામાં સિક્યુરિટી માટે શિવ અને સૈનિક એમ બે કંપનીને ઇજારો આપવામાં આવ્યો છે. જેમાંથી સૈનિક કંપનીને છાણી તળાવની સુરક્ષા માટેની જવાબદારી સોંપવામાં આવી છે.
હાલમાં છાણી તળાવ પાણી વિના સૂકુંભઠ્ઠ બન્યું છે. ત્યારે તાજેતરમાં છાણી તળાવમાં રખડતાં ઢોરો ચરતાં હોવાની અનેક ફરિયાદ પાલિકાને મળી હતી. જેના કારણે અધિકારીઓએ સરપ્રાઇઝ વિઝિટ કરતાં તળાવમાં ઢોર ફરતાં હોવાની માહિતી ખરી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં સિક્યુરિટી શાખાએ સૈનિક સિક્યુરિટી કંપનીને નિષ્કાળજી બદલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ દંડની વસૂલાત બિલની ચુકવણીમાંથી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.