રાઇટ ટુ એજયુકેશન હેઠળ 12 મેથી બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. 391 જેટલી ખાલી બેઠકો પર પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે. આરટીઇ એકટ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં વડોદરા શહેરમાં 3767 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. તેમાંથી 3376 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. 83 એડમીશન રદ થયા હતા.
જેમાં અમુક વાલીઓના બાળકો બીજા ધોરણ માં અભ્યાસ કરતા હતા જયારે અમુક વાલીઓને ફાળવવામાં આવેલી સ્કૂલ પંસદ ના હોય તેવા કિસ્સાઓ હતા. 308 જેટલી અરજીઓ એવી હતી કે જેમણે પ્રવેશ લીધો જ ના હતો જેથી કુલ 391 જેટલી બેઠકો ખાલી પડી હતી જેની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. 12 મે થી 14 મે સુધી વાલીઓ શાળા માટે પુન: પસંદગીની પ્રક્રિયા કરી શકશે. જે બાદ બાકી બચેલી બેઠકો પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.