તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:MSUમાં 3 ડિસેમ્બરથી બીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષા

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 નવેમ્બરે વેબસાઇટ પર કાર્યક્રમ જાહેર થશે

મ.સ.યુનિ.માં 3 ડિસેમ્બરથી બીજા તબક્કાની ઓનલાઇન એક્ઝામની જાહેરાત કરાઈ છે. આગામી 25 નવેમ્બરના દિવસે યુનિવર્સિટીની વેબસાઇટ પર કાર્યક્રમની જાહેરાત થશે. ઓગસ્ટ મહિનામાં લેવાયેલી પ્રથમ તબક્કાની અંડર ગ્રેજ્યુએટની પરીક્ષા જેમણે આપી નહોતી તે વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા યોજવામાં આવશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ પ્રથમ તબક્કાની પરીક્ષા આપી હતી અને નાપાસ થયા હતા તેમની પણ પરીક્ષા લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ કોપી કેસમાં ઝડપાયા હતા તે પણ આ પરીક્ષા આપી શકશે.

અંડર ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટના તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગતા હોય તેમણે 19 થી 25 નવેમ્બર સુધીમાં ઓનલાઇન માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશે. પરીક્ષાઓનું ટાઇમ ટેબલ 25મી નવેમ્બરે દિવસે યુનિ. વેબસાઇટ પર જાહેર કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો