રસીકરણ:નવો જથ્થો ન મળતાં કોવેક્સિન લેનારાનો બીજો ડોઝ અટવાયો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગુરુવારે 18 પ્લસ જૂથના માત્ર 12 હજાર લોકોએ રસી મુકાવી
  • રસીકરણ અંગે લોકજાગૃતિનું કામ કોર્પોરેટરોને સોંપાયું

18 થી 44 વર્ષના લોકોને કોવેક્સિનનો બીજો ડોઝ 4 જૂનથી શરૂ કરવાનો હતો, જોકે રસી નહીં આવવાને પગલે શરૂ નહીં થઈ શકે.18થી 44 વર્ષના લોકોને કોવિશીલ્ડ બાદ કોવેક્સિન પણ શરૂ કરવામાં આવી હતી, જે રસીનો બીજો 28 દિવસ બાદ લેવાનો હોય છે. જોકે કોર્પોરેશન પાસે રસી નહીં આવતાં શનિવારથી શરૂ થનાર રસીકરણ અંગે સ્લોટ ખોલાયા નથી તેમ આરોગ્ય અધિકારી ડો. દેવેશ પટેલે જણાવ્યું હતું નથી. બીજી તરફ ગુરુવારે 18થી ઉપરના 12,086 લોકોએ રસી મુકાવી હતી. રસીકરણ પ્રત્યે આ વય જૂથના લોકો નિરુત્સાહ દાખવી રહ્યા હોવાથી હવે કોર્પોટેરેટરોને લોકોને સમજાવવાની જવાબદારી સોંપાઇ છે.

ખાનગી હોસ્પિટલોનો ફિયાસ્કો, 10 લોકો ન થતાં પરત મોકલાયા
ખાનગી હોસ્પિટલ દ્વારા પણ રસીકરણ શરૂ કરાયું છે, જે અંગે સ્લોટ બુક કરાવ્યા બાદ નાગરિકો રસી લેવા માટે ન આવતાં હોસ્પિટલો મુશ્કેલીમાં મુકાઇ છે. એક વાયલમાંથી 10ને રસી આપી શકાય છે, જ્યારે રસી મુકાવવા માત્ર 2-4 જણ જ આવતાં બાકીની રસી ફેંકી દેવી પડે, જેને પગલે વાયલ તોડાયું નહતું અને રસી મુકાવવા આવનારના નંબર લઇ પરત મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. એક સાથે 10 જણ ભેગા થશે ત્યારે જ તેમને બોલાવી રસી મૂકાશે.

અન્ય સમાચારો પણ છે...