મેગા રસીકરણ:રસીકરણમાં 12થી14 વર્ષની વય જૂથમાં 50 %નો બીજો ડોઝ બાકી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રવિવારે જિલ્લાનાં 242 સેન્ટરમાં રસી મૂકાશે
  • 60 વર્ષથી​​​​​​​ વધુ વયમાં 50 % લોકો બુસ્ટર ડોઝ પ્રત્યે નિરસ

કોરોનાનો ડર વિસરાઈ રહ્યો છે, જેને પગલે રસીકરણ માટે ઉદાસીનતા જોવા મળી છે. જિલ્લામાં 60 વર્ષથી ઉપરના લોકોનો પ્રિકોશનરી ડોઝ 50 ટકાએ, જ્યારે 12 થી 14 વર્ષનાં બાળકોનો પ્રથમ ડોઝ માત્ર 75 ટકા અને બીજો ડોઝ 50 ટકા થયો હોવાનું જણાતાં જિલ્લા આરોગ્ય વિભાગે 22 મેએ જિલ્લાનાં 242 સેન્ટર પર મેગા રસીકરણ અભિયાન યોજ્યું છે.

અભિયાન હેઠળ બુસ્ટર ડોઝની પાત્રતા ધરાવતા હેલ્થ કેર વર્કર અને 60 વર્ષથી ઉપરની શ્રેણીના 65,221 લોકોને રસી મૂકવાનું આયોજન છે. સાથે 12 વર્ષથી વધુ વય જૂથના પાત્રતા ધરાવતા 66,014ને બીજો ડોઝ અપાશે. ગ્રામ્યનાં પ્રાથમિક-સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્રમાં રસી મૂકાશે. નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, કોરોના ગયો નથી. લોકો રસી મુદ્દે ઉદાસીનતા ન દાખવે. ગૃહ વિભાગ પંચાયત શિક્ષણ મહિલા અને બાળ વિકાસ તમામ વિભાગની મદદ લેવાઈ છે.

કેટલું રસીકરણ થયું
60 વર્ષથી ઉપરના બુસ્ટર ડોઝ: 64457

18 વર્ષથી ઉપરના
પ્રથમ ડોઝ : 1263782
બીજો ડોઝ : 1270396

15થી 17 વર્ષના બાળકો
પ્રથમ ડોઝ : 74614
બીજો ડોઝ : 58894

12 થી 14 વર્ષના બાળકો
​​​​​​​પ્રથમ ડોઝ : 38050
બીજો ડોઝ : 17211

અન્ય સમાચારો પણ છે...