રસીકરણ:રસીકરણમાં બીજા ડોઝમાં પણ 100%નું લક્ષ્યાંક અપાયું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 93.48%એ પ્રથમ, 64.14% લોકોએ બીજો ડોઝ લીધો
  • 3222ને બીજા​​​​​​​ ડોઝ સાથે 5742ને રસી અપાઇ

શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં દિવાળી સુધીમાં 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ થાય તે પ્રમાણે આંકડાઓ આગળ વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે બીજા ડોઝનું પણ 100 ટકાનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે. શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 93.48.% થઈ છે, જ્યારે બીજા ડોઝની ટકાવારી 64.14% થઈ છે.

આ તફાવતને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ થયેલા આદેશને પગલે કેટલાક લોકોએ રસી ના લીધી હોવા છતાં પણ તેમનાં સર્ટિફિકેટ જનરેટરની બૂમ ઊઠી હતી. હવે આવી બૂમો ફરી વખત ઉઠે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. રવિવારે થયેલા રસીકરણમાં શહેરમાં ફરી એક વખત બીજો ડોઝ લેનારની સંખ્યા વધારો નોંધાયો હતો. રવિવારે માત્ર 5742 લોકોએ રસી લીધી હતી, જે પૈકી 3222 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...