તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બફારો ગાયબ:વાવાઝોડાની બીજા દિવસે પણ અસર, 33 ઝાડ અને મકાનનો સ્લેબ પડ્યો, અડધો ઇંચ વરસાદ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરમાં શુક્રવારના રોજ આખો દિવસ ઝરમર વરસાદ વરસતો રહેતાં ઠંડક પ્રસરી હતી. - Divya Bhaskar
શહેરમાં શુક્રવારના રોજ આખો દિવસ ઝરમર વરસાદ વરસતો રહેતાં ઠંડક પ્રસરી હતી.
  • શહેરમાં વરસાદી માહોલ જામતાં ઠંડક પ્રસરી : એક જ દિવસમાં ગરમીનો પારો 5.5 ડિગ્રી ગગડીને 28 ડિગ્રી થયો
  • વાઘોડિયા રોડ પર દીવાલ પડતાં સ્લેબ ભોંય ભેગો: વરસાદની આગાહીના પગલે અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા કલેક્ટરનો આદેશ
  • હજુ પણ બે િદવસ ભારેથી અતિભારે વરસાદની અાગાહી

ગુરુવાર બાદ વાવઝોડાની અસર શુક્રવારે પણ વર્તાતા સવારથી જ શહેરમાં વરસાદી માહોલ રહ્યો હતો. દિવસ દરમિયાન ધીમીધારે અડધો ઈંચ વરસાદ વરસતો રહેતા ગરમીનો પારો 5.5 ડિગ્રી ઘટીને 28.6 ડિગ્રી પહોચી જતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. શહેરમાં શુક્રવારે વધુ33 ઝાડ ધરાશાયી થયા હતા. શહેરના વાઘોડિયા રોડ પર આવેલ કબીર નગર માં શુક્રવારે સવારે જગદીશ ભાઈ કહાર ના મકાન ઉપર પાડોશીને દીવાલ ધરાશાયી થતા તેમના ઘરનો સ્લેબ તૂટી પડ્યો હતો જેને પગલે ઘરવખરીને મોટું નુકસાન થયું હતું જોકે સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ થઈ નહોતી. શહેરમાં શનિ-રવિ ભારે-અતિભારે વરસાદની આગાહીના પગલે કલેક્ટરે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપ્યો છે.

શુક્રવારના રોજ સવારથી જ વાતાવરણમાં કાળા વાદળો છવાયેલા જોવા મળ્યાં હતાં. સવારથી જ ધીમીધારે વરસાદ વરસવાનું ચાલુ રહ્યું હતું. બપોર સુધી વરસ્યા બાદ વરસાદ બંધ થઈ ગયો હતો. જોકે અડધો ઈંચ પડેલા વરસાદમાં પણ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. જ્યારે શહેરમાં 33 ઝાડ પડવાના અને 4 વાહનો ઝાડ નીચે દબાઈ જવાની ઘટના પણ નોંધાઈ હતી.

હવામાન વિભાગના ફોરકાસ્ટ મુજબ શુક્રવારના રોજ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 5.5 ડિગ્રી ઘટીને 28.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 25.4 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 83 ટકા અને સાંજે 89 ટકા નોંધાયું હતું. જ્યારે દક્ષિણ-પશ્ચિમની દિશાથી એવરેજ 8 કિમીની ઝડપે પવનો ફુંકાયા હતાં. શનિવારના રોજ વરસાદી માહોલ વચ્ચે ગરમીનો પારો 30 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.

ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરીએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગે શનિ-રવિવારના રોજ શહેરમાં ભારે થી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. જેના ભાગરૂપે જિલ્લા વહિવટી તંત્રને સતર્ક રહેવા અને પાલિકાના અધિકારીઓને શનિ-રવિ હેડક્વાર્ટરમાં જ હાજર રહેવા સૂચના અપાઈ છે.

દરેક ફાયર સ્ટેશનની 2 ટીમ માત્ર ઝાડ કાપીને હટાવવાના કામે લાગી
શહેરમાં ગુરુવારે તોફાની વરસાદમાં ધરાશાયી થયેલા ઝાડ કાપવામાં ફાયર બ્રિગેડ શુક્રવારે પણ વ્યસ્ત રહ્યું હતું. આ સાથે શુક્રવારે પણ શહેરના પૂર્વ વિસ્તાર સૂર્ય નગર ,આજવા રોડ, પ્રતાપ નગર, હાથીખાના, નવાયાર્ડ, કારેલીબાગ ,માંડવી શામળ બેચર ની પોળ વિસ્તારમાં 33 ઝાડ પડ્યા હતા. ઝાડ પડવાને પગલે અંદાજે ચાર જેટલી કારને પણ નુકસાન થયું હતું. ગુરુવારે અડધો કલાકમાં શહેરને ધમરોળનાર તોફાની પવનો ને પગલે વડોદરા ફાયર બ્રિગેડના 100 જેટલા કર્મચારીઓ કામે લાગ્યા હતા દરેક ફાયર સ્ટેશનમાં બે ટીમ બનાવી ઝાડ કાપવા માટેના મશીનો સાધનો સાથે સો ઉપરાંત ઝાડ કાપવા માં અંદાજે બે દિવસમાં 20 કલાક જેટલો સમય થયો હતો. સૌથી મુશ્કેલ કામ વીજવાયરો ઉપર પડેલા ઝાડ કાપવાનું બન્યું હતું .

અન્ય સમાચારો પણ છે...